અક્કલ…..

 • નિગ્રો અને એંજીલ

  નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
  તમે કોણ છો ?
  નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
  એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

રાજ્યમાં વાવાઝોડાનો કેર: વડોદરામાં 2 મોત, વૃક્ષો-હોર્ડિંગ્સ ધરાશાયી

201722May

રાજ્યમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે તોફાની પવન અને ગાજવીજ સાથે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, સાણંદ, નડિયાદ, મહેમદાવાદ, વસો, અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પંથકનાં ગામડાંમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

વડોદરામાં બેનાં મોત પણ થયા હતા. ગાંધીનગરમાં કરા પડ્યા હતા. તોફાની પવનને કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પણ તૂટી ગયા હતા. વડોદરામાં બેનાં મોત વડોદરામાં મોડી રાત્રે 9.30 કલાકે ધૂળની ડમરી સાથે અચાનક આવેલા વાવાઝોડાને પગલે રવિવારની રજામાં નીકળેલા લોકોની હાલત કફોડી બની હતી.

અનેક જગ્યાએ હોર્ડિંગ ધરાશાયી થવાના, ઝાડ પડવાના અને આગ લાગવાના બનાવો બન્યા હતા. પહેલા વરસાદમાં મોટાભાગના વિસ્તારમાં લાઇટ જતાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

શહેરના કાશી વિશ્વવનાથ મંદીર, સંગમ, કોઠી રોડ વગેરે વિસ્તારમાં હોર્ડિંગ ઉડ્યા હતા. કિશનવાડી સહીતના વિસ્તારમાં છાપરા ઉડવાના બનાવો નોંધાયા હતા.

અંદાજે 10 જગ્યાએ ઝાડ પડવાના બનાવો નોંધાયા હતા. નેશનલ હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી લીંબડી પંથકના ગામડાઓમાં વરસાદ પડ્યાના સમાચાર મળ્યા હતા. નેશનલ હાઇવે પર આવેલા કરશનગઢ, મીઠાપુર, દેવપરા, સહિતના ગ્રામ્ય વિસ્તારની આજુ બાજુમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો.

પાણશીણા સહિતની આજુ બાજુના ગામોમાં પણ તોફાની પવન ફૂંકાયો હતો.પવનની ગતી એટલી બધી તીર્વ હતી કે નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનોની ગતિ પણ મંદ પડી ગઇ હતી.

કેટલાક લોકોએ પોતાના વાહનો પણ થંભાવી દેતા હાઇવે પર લાઇનો લાગી ગઇ હતી. ગાંધીનગરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યાં અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતના વિસ્તારોમાં પણ સાંજે 7 કલાકની આસપાસ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

ગાંધીનગરમાં વરસાદ બંધ થયાના અડધા કલાક બાદ તોફાની પવન શરૂ થતાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા. ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ અને વસોમાં પણ વરસાદને કારણે અનેક સ્થળે હોર્ડિંગ્સ તૂટી ગયા હતા.

વરસાદને કારણે લગ્ન સ્થળો તથા જાહેર કાર્યક્રમોમાં દોડધામ મચી ગઇ હતી.અણધાર્યા વરસાદનાં કારણે બાજરીનાં પાકને વ્યાપક નુકશાન પહોચ્યુ છે. પવન સાથેનાં વરસાદનાં કારણે પાકવા પર આવેલી ઉભી બાજરી ઢળી ગઇ છે. તો કેરીનાં આંબાવાડીયામાં પણ કેરીઓ ખરી જવાથી નુકશાન થયુ છે.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,ગાંધીનગર/Gandhinagar,વડોદરા/Vadodara,રાજકોટ/Rajkot,મહેસાણા/Mehsana,View : 736

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે.