રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો વડોદરા ૩૭.૨ ડિગ્રી સાથે હોટેસ્ટ

201703Mar
રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો વડોદરા ૩૭.૨ ડિગ્રી સાથે હોટેસ્ટ

હોળી-ધુળેટી પહેલાં જ રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. તે જોતાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ગુરૂવારે વડોદરા ૩૭.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં તાપમાનના પારો ૩૪.૯ ડિગ્રી નોંધાયો હતો.

રાજ્યમાં ચાલુ વર્ષે ઊનાળો આકરો બનવાના એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. કારણ કે, સામાન્ય રીતે હોળી-ધુળેટી બાદ તાપમાનનો પારો ઊંચકાતો હોય છે પરંતુ, ચાલુ વર્ષે તો માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો ૩૭ ડીગ્રી સુધી પહોંચી ગયો છે.

ગાંધીનગર ૩૪.૨, સુરત-૩૪.૪, વલસાડ-૩૫.૪, ડીસા-૩૪.૨ અને રાજકોટમાં ૩૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ઊનાળાના પ્રારંભે જે તીવ્ર ગરમીની શરૂઆત થતાં આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી જાય તેવી શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.

 

source: sandesh

વડોદરા/Vadodara,અહમદાબાદ/Ahmedabad,ગાંધીનગર/Gandhinagar,સુરત/Surat,વલસાડ/Valsad,રાજકોટ/Rajkot,View : 828

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.