અક્કલ…..

 • સંતા બંતા

  એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
  રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
  તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

રાજ્યમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: હજુ ૪૮ કલાક હીટવેવ રહેશે

201728Mar
રાજ્યમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: હજુ ૪૮ કલાક હીટવેવ રહેશે

રાજ્યભરમાં  આકાશમાંથી આગના ગોળા વરસતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા હતા અને જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. રાજ્યના ૧૩ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર ગયો હતો.

હજુ પણ આગામી ૪૮ કલાક સુધી હીટવેવ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સોમવારે ડીસામાં ગરમીનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટતાં ૪૩.૪ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૨.૮ ડિગ્રીએ પહોંચતાં એલર્ટ અપાયું હતું. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે જે આગામી એપ્રિલમાં પણ જોવા મળશે.

સમગ્ર રાજ્ય આગની ભઠ્ઠીમાં શેકાયું હતું. અમદાવાદમાં ગરમીનો પારો ૪૨.૮ ડિગ્રીએ પહોંચી જતાં માર્ગો સૂમસામ થઈ ગયા હતા અને કર્ફયુ જેવી સ્થિતિ જોવા મળી હતી. લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું.

હજુ આગામી ૪૮ કલાક સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે તે જોતાં હજુ પણ ગરમનો પારો ઊંચકાઈ શકે છે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને લઈ ઠંડા પીણાથી લઈ શેરડીનો રસ, લીંબુ શરબતના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ૪૨.૮ ડિગ્રી : યલો એલર્ટ જાહેર અમદાવાદમાં સોમવારે ગરમીનો પારો ૪૨.૮ ડિગ્રીએ પહોંચતા જ લોકો હેરાન પરેશાન થઈ ગયાં હતાં.

હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સામાન્યથી વધારે ગરમી પડે ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે. કઈ રીતે એલર્ટ આપવામાં આવે છે? સામાન્ય કરતાં વધારે ગરમી પડે ત્યારે યલો વોર્નિંગ આપવામાં આવે છે.

એટલે કે ૪૧થી ૪૩ ડિગ્રી ગરમી હોય ત્યારે યલો એલર્ટ અપાય છે. ૪૩થી ૪૫ ડિગ્રી ગરમી હોય ત્યારે ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે ગરમીનો પારો ૪૫થી વધુ પહોંચી જાય ત્યારે રેડ ઝોન આપવામાં આવે છે.

ગાંધીનગર-મહેસાણામાં શાળાના સમય બદલાશે રાજ્યમાં ભીષણ ગરમીના પ્રકોપને લઈ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગાંધીનગર અને મહેસાણામાં શાળાઓના સમય બદલવામાં આવશે. રાજ્યમાં હજુ ગરમી વધશે તો અન્ય શહેરોમાં પણ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,ગાંધીનગર/Gandhinagar,મહેસાણા/Mehsana,View : 624

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.