અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

રાજકોટ: IS એજન્ટનો કેસ લડવા જામનગરના વકીલ ઇમ્તિયાઝ તૈયાર

201703Mar
રાજકોટ: IS એજન્ટનો કેસ લડવા જામનગરના વકીલ ઇમ્તિયાઝ તૈયાર

રાજકોટમાંથી ઝડપાયેલા ISISના એજન્ટ બે સગાભાઇ વસીમ અને નઇમનો કેસ લડવાનો સૌરાષ્ટ્રભરના વકીલો ઇનકાર કરી રહ્યા છે ત્યારે એક તબક્કે બંનેનો કેસ લડવાની તૈયારી બતાવનાર જામનગરના એડવોકેટ ઇમ્તિયાઝે પણ આતંકવાદી હિંસાનો વિરોધ કરી બંને આતંકીઓનો કેસ લડવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ આ વકીલ પર તેની પ્રતિષ્ઠા પર દાગ લગતા તેઓ ફરી આ કેસ લડશે તેમ કહ્યું છે.

જામનગરમાં ભાનુશાળીવાડ ટીંબા ફળીમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝ ડી. કોરેજાએ બંનેનો કેસ લડવાની એક તબક્કે જાહેરાત કરી હતી. ઇમ્તિયાઝની જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટે ઇમ્તિયાઝના ઘરને સળગાવી જાનથી મારી નાખવાની જાહેરમાં ધમકી આપી હતી.

એડવોકેટ ઇમ્તિયાઝ કોરેજાએ જણાવ્યું હતું કે, છે તે વસીમ અને નઇમના પિતા આરિફભાઇ રામોડિયા સાથે તેમનો વર્ષો જૂનો સંબંધ છે. આરિફભાઇ સાથેના સંબંધને કારણે વસીમ-નઇમનો કેસ લડવાની અને વકીલાતનામું રજૂ કરવાની તૈયારી કરી હતી, પરંતુ પોતે વતન પરસ્તીમાં માને છે અને દેશ પહેલા તે બાબતને અનુસરે છે.

વકીલ ઈમ્તિયાઝ દ્વારા જણાવવામાં આવ્યું કે ગત તારીખ બીજી માર્ચના રોજ એક સાંધ્ય દૈનિકમાં મારા પર એવી ટિપ્પણી થઇ કે “આંતકીઓના વકીલ બનવાની જાહેરાત કરનાર જામનગરના એડવોકેટ સાનમાં સમજી ગયા અને જામનગરના એડવોકેટ ઈમ્તિયાઝ કોરેજાને પણ પાછળથી બ્રહ્મ જ્ઞાન લાધું હતું” અને તેને કબુલ્યું પણ રાષ્ટ્રથી પહેલા કઈ પણ હોવું પણ ના જોઈએ, આ સાંધ્ય દૈનિકમાં પ્રિન્ટ થવાથી મને એવું લાગે છે કે મને માનહાનિ મારી પ્રતિષ્ઠિત લાગણીને દાગ લાગ્યો છે.

આ વાતથી સમગ્ર મારા બાર એસો.ને ઠેસ પહોંચી છે માટે હું ફરી આ કેસ લાડવા માટે તૈયાર છું તેમજ હું જામનગર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સમગ્ર બાર એસોસીએશનમાં આ માટે હું રજુઆત કરીશ કે એક વકીલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. મેં મારા બાર એસોસીએશન સાથે જે વિશ્વાસ કર્યો તો તેની સામે હું ફરી આ કેસ લડીશ.

 

source: sandesh

રાજકોટ/Rajkot,જામનગર/Jamnagar,ગુનો/Crime,View : 392

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale