અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

રાજકોટ: વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રે વધુ 3 ઈંચ વરસાદ, મેઘમહેર જારી

201719Jul
રાજકોટ: વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રે વધુ 3 ઈંચ વરસાદ, મેઘમહેર જારી

રાજકોટ શહેરમાં મંગળવારે રાત્રે 9 વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું હતું.

બે સ્થળે વીજળી પડી હતી. પરંતુ કોઈ નુકસાની થઈ ન હતી. રાત્રે પણ નાના નાના વિરામ બાદ કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું જારી રહ્યું હતું. સવારે સુધીમાં બે દિવસનો મળીને 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો.

રાજકોટ પંથકમાં 14 જુલાઈથી વરસાદ 14મી જુલાઈ શુક્રવારથી રાજકોટ જિલ્લા અને શહેરમાં વરસાદે ધામા નાંખ્યા છે. નાના નાના વિરામ બાદ ભારે તો છાપટાંના સ્વરૂપે વરસાદ છેલ્લા 6 દિવસથી વરસાદની મહેર જારી છે.

આકાશમાં ક્યારેક સૂરજદાદા ડોક્યું કરીને જાય છે પરંતુ બાદમાં વરસાદ વરસીને મેઘ મહેર જારી રાખે છે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,View : 220

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey