રાજકોટ રેલવેમાં દરરોજ ટિકિટ વિના 371 મુસાફરો પકડાય છે

201827Feb
રાજકોટ રેલવેમાં દરરોજ ટિકિટ વિના 371 મુસાફરો પકડાય છે

રાજકોટ ટિકિટ વિના રેલવે મુસાફરી કરતા યાત્રિકો દિનપ્રતિદિન વધી રહ્યા છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં એવરેજ દરરોજ 371 યાત્રિકો ટિકિટ વિના મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે.

રેલવેની ચેકિંગ સ્કવોડે ફેબ્રુઆરી માસના પ્રથમ 20 દિવસમાં 7433 ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી દંડ સ્વરૂપે રૂપિયા 47.38 લાખ વસૂલ કર્યા છે.

પશ્ચિમ રેલવેના પ્રમુખ વાણિજ્ય પ્રબંધક-ચર્ચગેટે રાજકોટ મંડળના સિનિયર ડીસીએમ રવીન્દ્ર શ્રીવાસ્તવને પ્રશંસાપત્ર લખ્યો છે અને રાજકોટ મંડળના ચેકિંગ સ્ટાફ અને વાણિજ્ય વિભાગના અધિકારીઓના પ્રયત્નોને બિરદાવ્યા છે. રાજકોટ ડીઆરએમ પી.બી. નિનાવેએ આ ઉપલબ્ધિ માટે સિનિયર ડીસીએમ, સહાયક વાણિજ્ય પ્રબંધક રાકેશકુમાર પુરોહિત અને સમસ્ત ટિકિટ ચેકિંગ સ્ટાફને શુભકામના પાઠવી છે.

યાત્રિકોને પણ ટિકિટ લઈને રેલવે મુસાફરી કરવા અનુરોધ કર્યો છે. દંડ અને સજાની જોગવાઈ રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકોને લઘુતમ દંડ 250 રૂપિયા અને જે સ્ટેશન પર તેને જવાનું હોય તેનું ભાડું વસૂલાય છે, પરંતુ કોઈ કિસ્સામાં યાત્રિક પાસે મુસાફરી સમયે રૂપિયા ન હોય તો રેલવે ચેકિંગ સ્ટાફ તેને આરપીએફને સોંપી દે છે ત્યારબાદ રેલવે કોર્ટમાં સજાનો નિર્ણય થાય છે.

-રવીન્દ્ર શ્રીવાસ્તવ, સિનિયર ડીસીએમ, રાજકોટ રેલવે

-5579 ટિકિટ વિનાના યાત્રિકો ફેબ્રુઆરી-2017માં પકડાયા હતા

-7433 ટિકિટ વિનાના યાત્રિકો માત્ર 20 દિવસમાં આ વખતે પકડાયા

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,ગુનો/Crime,View : 572

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.