અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

રાજકોટ મનપાના ફૂડ વિભાગના ચેકીંગમાં ઘટસ્ફોટ

201708Apr
રાજકોટ મનપાના ફૂડ વિભાગના ચેકીંગમાં ઘટસ્ફોટ

રાજકોટમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ, કોલેજીયનો સ્કૂલ કોલેજ નજીકથી જેને મોજથી આરોગે છે તે પફ સેન્ડવીચથી આરોગ્યને નુક્શાન થઈ શકે છે તેમ આજે મનપા દ્વારા થયેલા ચેકીંગનો સૂર નીકળ્યો છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર પફની ગુણવત્તા અંગે ચેકીંગ કરતા ૫૪ કિલો પફ અને ૧૬૯ કિલો પફ બનાવવા માટેનો તૈયાર મસાલો અખાદ્ય જણાતા તેનો કચરામાં નાંખીને નાશ કરાયો છે.

પફ સેન્ડવીડ ફ્રેશ હોવી મૂશ્કેલ, ૧૦ વિક્રેતાઓને ત્યાં થયું ચેકીંગ, દરેક સ્થળે અનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા નોટિસો જો મનપાએ આ નાશ ન કર્યો હોય તો વેચાઈ ગયો હોત અને જ્યાં નાશ નથી કર્યો ત્યાં તે વેચાતો રહે છે ત્યારે ખુદ નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડે લોકોને આવા ખોરાક ખાવામાં સાવચેતી રાખવા તાકીદ કરી છે.

તેમણે જણાવ્યું કે મોટાભાગના સ્થળે પફ તાજા બનાવીને આપવામાં નથી આવતા પણ આગલી રાતે બનાવીને પુરતી જાળવણી વગર તેને ઓવનમાં રાખીને બીજા કે પછીના દિવસે તે વેચાતા હોય છે જે અખાદ્ય બની જવાની શક્યતા રહેલી છે.

તો કેટલાક સ્થળે ચાઈનીઝ વગેરે પફ બનાવવા માટે એમ.એસ.જી. જેવા પદાર્થોનો ઉપયોગ કરાતો હોવાની શક્યતા છે. કમિશનરની સૂચના અન્વયે ઉનાળામાં આવા ઝડપથી બગડી જતા પદાર્થોથી રોગચાળો ન ફેલાય તે માટે ચેકીંગની સૂચના અપાતા આજે

(૧) મુસ્કાન બેકરી, પટેલ સોસાયટી, કોઠારીયા રોડમાંથી ૨૦ કિલો વાસી પફ

(૨) આદમભાઈ બેકરીવાલા (દેવપરા મેઈનરોડ, નુરાની ચોક પાસે)માંથી ૨૪ કિલો અને

(૩) કુબેર બેકરી, (ત્રિવેણીનગર, ગુરુપ્રસાદ ચોક પાસે)માંતી ૧૦ કિલો પફનો નાશ કરાયો છે અને ત્રણેયને નોટિસ અપાઈ હતી.

ઉપરાંત (૧) જલારામ બેકરી, જંક્શન પ્લોટ મેઈનરોડ (૨) સીલ્વર બેકરી, ભઆવનગર રોડ (૩) સીલ્વર બેકરી, કોઠારીયા રોડ (૪) જયબાલાજી બેકરી, સત્યનારાયણ વેબ્રીજ પાસે, સમ્રાટ ઈન્ડ.એરિયા (૫) શીતલ બેકરી, ખોડીયારનગર (૬) મુસ્કાન બેકરી કોઠારીયા રોડ અને (૭) હરિકૃષ્ણ બેકરી, કૃષ્ણનગર મેઈનરોડ સહિત કૂલ ૧૦ને અનહાઈજેનીક કન્ડીશન બદલ નોટિસ અપાઈ છે.

 

source: gujaratsamachar

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,ગુનો/Crime,View : 632

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • You must do the thing which you think you cannot do.Eleanor Roosevelt