અક્કલ…..

  • છોકરીઓની વાતો

    બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી.
    થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી
    એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી?
    કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!

રાજકોટ મનપાના ફૂડ ચેકીંગનું થર્ડપાર્ટી ચેકીંગ પણ જરૃરી

201728Mar

રાજકોટમાં મ્યુનિ.કમિશનરના સૂચના બાદ ફૂડ 'ખાતા' દ્વારા શહેરમાં ૨૩ દૂધની ડેરીઓમાં ચેકીંગ કરીને નમુના લેવાયા હતા અને સ્વચ્છતા જાળવવા માટે નોટિસો અપાઈ હતી.

જ્યારે એક ડેરીમાંથી ૨૫૦ કિલો વાસી મિઠાઈ મળી આવતા તેનો નાશ કરાયાનું જણાવાયું છે જ્યારે ૮ ડેરીને નોટિસ અપાઈ હતી. મ્યુનિ.સૂત્રો અનુસાર ૨૩ ડેરીઓમાં ફૂડ ઈન્સપેક્ટરો દ્વારા ચેકીંગ કરાયું તેમાં ખોડીયાર દુગ્ધાલય (સ્વામિનારાયણ ચોક), રઘુનંદન ડેરીફાર્મ એન્ડ સ્વીટ માર્ટ (કૃષ્ણનગર મેઈનરોડ), જય સિયારામ ડેરી (કૃષ્ણનગર મે.રોડ), વૃંદાવન ડેરી (પપૈયાવાડી), ચામુંડા ડેરી ફાર્મ (ખોડીયારનગર શાકમાર્કેટ પાસે), વૃંદાવન ડેરી ફાર્મ (મારુતિ ચોક ચંદ્રપાર્ક રોડ) અને ગંગોત્રી ડેરી (નાનામવા મેઈનરોડ)ને સ્વચ્છતાના આરોગ્યના નિયમો જાળવવા તાકીદ કરતી નોટિસો અપાઈ છે.

આ ડેરીઓમાં કોલ્ડ સ્ટોરેજ વગેરેનું પણ ચેકીંગ કરાયું હતું અને મનપાનું માનો તો ૨૨ ડેરીઓમાં ક્યાંયથી વાસી પદાર્થ કે કલરવાળી મિઠાઈ, પેકિંગ માટે વપરાતી કાગળની પસ્તી કે પ્લાસ્ટિક કશુ મળ્યું નથી! જો કે દોઢસો ફૂટ રીંગરોડ પર દિલિપભાઈ સુદાણીની સમૃધ્ધ ડેરી ફાર્મમાં ચેકીંગ વખતે વાસી જાંબુ, કાજુ કતરી, લાડવા, પેંડા, બરફી, ચાસણી વગેરે કૂલ ૨૫૦ કિલો મળી આવતા તેનો નાશ કરાયાનું અને નોટિસ અપાયાનું ફૂડ ખાતાએ જણાવ્યું છે.

આ ચેકીંગ થયાની માહિતી કમિશનરને મળતી હોય છે પણ શરુ થઈ રહ્યું છે ત્યારે ખુદ કમિશનર પણ ચેકીંગનું ચેકીંગ કરે અને પારદર્શક અને પ્રમાણિક કામગીરી નિયમિત થાય તે જનઆરોગ્ય માટે જરૃરી છે.

 

source: gujaratsamachar

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 492

    Comments

    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પુસ્તકો એ આપણો સાચો વરસો છે.