રાજકોટ: બાળકને જૈન તબીબે સાજો કર્યો ને મુસ્લિમ પિતાએ પોલ્ટ્રીફાર્મ બંધ કરી દીધું

201720Mar
રાજકોટ: બાળકને જૈન તબીબે સાજો કર્યો ને મુસ્લિમ પિતાએ પોલ્ટ્રીફાર્મ બંધ કરી દીધું

રાજકોટ: આ પૃથ્વી પર અવતરતું દરેક બાળક ઇશ્વરની દેન છે, તેને પાંગરવાનો, ખીલવાનો સંપૂર્ણ હક છે અને ઇશ્વર એટલે જ આ ધરતી પર મોકલે છે પરંતુ અમુક દંપતીઓના ઘરે ખિલેલા ફૂલ નોર્મલ નહીં, પરંતુ ક્યારેક અસાધ્ય રોગ સાથે લઇને જન્મ્યા હોય ત્યારે એ ફૂલને સાચવવા મા બાપ આકાશ પાતાળ એક કરીને પણ પ્રયત્નો કરતા હોય છે.

વાંકાનેરના કોઠી ગામે રહેતા ઇબ્રાહિમ ભાઇને ત્યાં આઠ વર્ષ પહેલાં એક સંતાનનો જન્મ થયો, નામ રાખ્યું અરમાન, પરંતુ કુદરતે અરમાનને નોર્મલ નહીં, સેરેબ્રલ પાલ્સી સાથે મોકલ્યો હતો.

સરકારી હોસ્પિટલમાં કરાવેલી સારવાર અક્સિર સાબિત થઇ

સ્થાનિક તબીબો અને તમામ સારવાર પધ્ધતિ અપનાવી જોઇ, પરંતુ ફેર નહોતો પડતો એવામાં એમણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હોમિયોપેથી તબીબ મયૂરીબેન સંઘવી પાસે સારવાર શરૂ કરાવી અને ત્રણ વર્ષની સારવારમાં આજે અરમાન કે જે બોલી, ચાલી કે બેસી નહોતો શકતો તે દૈનિક ક્રિયાઓ નોર્મલ રીતે કરતો થઇ ગયો.

ઇબ્રાહિમભાઇના દાદાજી સસરા અમીભાઇ બાદીને આંખની ચાલી ગયેલી દ્રષ્ટિ હોમિયોપેથી ડો.મયૂરીબેનની સારવારથી પરત આવી હતી. તેમના કહેવાથી જમાઇ ઇબ્રાહિમભાઇએ પુત્રની સરકારી હોસ્પિટલમાં કરાવેલી સારવાર અક્સિર સાબિત થઇ.

પુત્રને સાજો કરનાર જૈન તબીબને આ રીતે ઋણ ચૂકવ્યું

ડૉ. મયૂરી સંઘવી

13 ઓગસ્ટના જન્મેલો અરમાન જન્મ પછી રોયો નહીં, તેને દિવસો સુધી ખાનગી હોસ્પિટલમાં દાખલ રખાયો. માથું મોટું, બેસી પણ ન શકતો ન હોવાથી સૂતો જ રહે. 5 વર્ષની સારવાર છતાં સ્થિતિ આવી જ રહી.

સરકારી હોસ્પિટલમાં 25 ઓગસ્ટ 2014થી શરૂ કરાયેલી હોમિયોપેથી સારવારે ચમત્કાર સર્જયો, 3 વર્ષની સારવાર દરમિયાન અરમાન બેસવા, ચાલવા લાગ્યો, અમ્મી,અબ્બા,મામા,કાકા એવા શબ્દો પણ બોલી શકે છે. મગજમાં ભરાયેલું પાણી દૂર થઇ ગયું.

માથું કદ કરતા વધુ મોટું હતું એ સાધારણ થઇ ગયું. સરકારી હોસ્પિટલમાં સારવાર મફત થાય છે પરંતુ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચવા છતાં જે પરિણામ ન મળ્યું એ પરિણામ મફત સારવારમાં મળતા ઇબ્રાહિમભાઇ ઋણ ચૂકવવા માગે છે તેમ કહેતા ડો.મયૂરીબેને કહ્યું કે જો, તમે કંઇ દેવા જ માગતા હોય તો મહિનામાં એક દિવસ પોલ્ટ્રીફાર્મ બંધ રાખજો, કમ સે કમ એક દિવસ માટે 200-500 મરઘાને નવજીવન મળી શકશે અને ઇબ્રાહિમભાઇએ એ દિવસથી પોલ્ટ્રીફાર્મનો ધંધો જ બંધ કરી બાપ-દાદાની ખેતી સંભાળી લીધી છે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 591

    Comments

    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે