અક્કલ…..

  • ઓક્સફર્ડ

    શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
    વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

રાજકોટ: ફૂટપાથ પર જુગારધામ, ગાંધીનગર વિજિલન્સે દરોડો પાડતા 18 ઝડપાયા

201724May
રાજકોટ: ફૂટપાથ પર જુગારધામ, ગાંધીનગર વિજિલન્સે દરોડો પાડતા 18 ઝડપાયા

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આઇએસપીએલ ઇન્ડસ્ટ્રીઝ સામે ગંજીવાડા સામે શંકર ભગવાનની મૂર્તિ આગળ ફૂટપાથ પર ધમધમતા જુગારધામ પર ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડો પાડી 18 શખ્સોને રૂપિયા 74,775ની રોકડ રકમ સહિત કુલ 1,40,275ની માલમતા સાથે ઝડપી લીધા હતા.

જ્યારે 1 સુત્રધાર સહિત 10 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જાહેરમાં ચાલતાં જુગારધામની અત્યાર સુધી થોરાળા પોલીસ કે ક્રાઇમ બ્રાંચને ખબર પણ ન પડી અને જુગારધામ બેરોકટોક ચાલતુ રહ્યું. તેની પાછળ હપ્તા પધ્ધતિ કારણભૂત હોવાની આશંકા સાથે જુગારધામ ચાલવા દેનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે આકરા પગલાના નિર્દેશ મળી રહ્યા છે.

સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું નાક કપાયું પ્રાપ્ત વિગત મુજબ ભરતસિંહ પ્રતાહસિંહ ઝાલા અને હારૂન આમદભાઇ દલ નામના બે શખ્સોએ આ સ્થળે જાહેરમાં જુગારધામ શરૂ કર્યું હતું. જેમાં સટ્ટો, બેટીંગ, વરલી મટકા સહિતના જુગાર બેરોકટોક ચાલતા હતા. બહારગામથી પણ જુગારીઓ જુગાર રમવા આવતા હતા.

ફુટપાથ ઉપર તાલપત્રી બાંધી ચાલતા જુગારધામને દરરોજ સેંકડો લોકો જોતા હતા. પરંતુ સ્થાનિક પોલીસ કે ક્રાઇમબ્રાંચને તેની ગંધ પણ આવી ન હતી. ગાંધીનગર વિજિલન્સે દરોડા પાડી જુગારીયાઓને ઝડપી પાડતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંન્ચનું નાક કપાયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

18 જુગારીને 1,40,275ની માલમતા સાથે ઝડપી લીધા જુગારધામ અંગે ઉચ્ચ સ્તરે ફરિયાદ થયા બાદ સોમવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ગાંધીનગર વિજિલન્સની ટીમ અચાનક ત્રાટક્તા ભારે દોડધામ મચી ગઇ હતી.

ટીમે મુખ્ય સુત્રધાર પૈકીના ભરત ઝાલા સહિત 18 શખ્સોને 74,775ની રોકડ રકમ, 18 મોબાઇલ ફોન, બે ટુ વ્હીલર સહિત 1,40,275ની માલમતા સાથે ઝડપી લીધા હતા.

જ્યારે અન્ય સુત્રધાર હારૂન અને બીજા 10 જેટલા જુગારીઓ નાસી છૂટ્યા હતા. ગાંધીનગર વિજિલન્સ ટીમે દરોડો પાડ્યા બાદ થોરાળા પોલીસ મથકમાં તે અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને નાસી છૂટેલા 1 સુત્રધાર સહિત અન્ય શખ્સોને ઝડપવા ચક્રોગતિમાન થયા હતા.

ગાંધીનગર વિજિલન્સની ટીમ વેશ પલ્ટો કરીને આવી હતી પોતે દરોડો પાડી રહ્યા છે તેની ગાંધીનગર વિજિલન્સ ટીમે સ્થાિનક પોલીસને ગંધ પણ આવવા દીધી ન હતી. ટીમના સભ્યોએ નાઇટ ડ્રેસ પહેર્યા હતા તો કેટલાકે ખભે અને માથા પર ફાળિયા બાંધ્યા હતા. તે ટીમ છેક તાલપત્રી હેઠળના જુગારધામમાં પહોંચી ગઇ ત્યાં સુધી સુત્રધારો તથા જુગારીઓ અંધારામાં રહ્યા હતા.

 

source: divyabhaskar

ગુનો/Crime,રાજકોટ/Rajkot,ગાંધીનગર/Gandhinagar,View : 1089

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.