અક્કલ…..

 • તમે મારી પત્ની જેવા

  રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો.
  સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો
  તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !!
  આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી.
  રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....

રાજકોટ: પ્લે હાઉસમાં 4 વર્ષની બાળકી પર શિક્ષિકાનું અમાનુષી દમન, ફડાકા ઝીંકતા લાલ ચાંઠા પડી ગયા

201722Jun
રાજકોટ: પ્લે હાઉસમાં 4 વર્ષની બાળકી પર શિક્ષિકાનું અમાનુષી દમન, ફડાકા ઝીંકતા લાલ ચાંઠા પડી ગયા

રાજકોટ શહેરની શાળાઓમાં ભણતાં બાળકોને શિક્ષકો દ્વારા માર મારવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. માત્ર ચાર વર્ષની માસુમ બાળકી સાથે પ્લે હાઉસની શિક્ષિકાએ અમાનૂષી દમન આચરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પરંતુ પોલીસ મથકમાં જ શિક્ષિકાએ માસુમ બાળકીના પરિવારજનોની માફી માંગતા મામલો થાળે પડયો છે.

મળતી વિગત મુજબ, દોઢસો ફૂટ રિંગ રોડ પાસે સુખસાગર સોસાયટી-૧૧માં રહેતા આશીષ જનકભાઈ કારીયા નામના લોહાણા યુવાનની ચાર વર્ષની પુત્રી હેત્વીને મવડી વિસ્તારમાં આવેલી પીક એ બુ પ્લે હાઉસમાં બેસાડી હોય નિત્યક્રમ મુજબ પ્લે હાઉસમાં મોકલી હતી. બાદમાં બપોરે પુત્રીને તેડવા જતા હેત્વીના ડાબા ગાલે તેમજ કાન પર લાલ લાલ ચકામા જોવા મળ્યાં હતા.

જે અંગે પુત્રી હેત્વીને પુછતાં નિયતી ટીચરે માર માર્યાનું જણાવ્યું હતુ. માસુમ પુત્રી સાથે શિક્ષકે આવું કૃત્ય આચરતા લોહાણા દંપતિ લાલઘૂમ થઈ તે શિક્ષિકા પાસે ધસી ગયા હતા. ત્યારે શિક્ષિકાએ બચાવ કરતાં કહ્યું કે બાળકો રમતાં રમતા ઝઘડી રહ્યાં હોય ગુસ્સામાં આવી હેત્વીને તમાચા ઝીંકી દીધાનું કહ્યું હતુ. માસુમ બાળકી સાથે આચરેલા આવા દમનથી રોષે ભરાયેલા લોહાણા દંપતિ તાલુકા પોલીસ મથક દોડી ગયા હતા.

અહીં ફરજ પરના અધીકારીએ શિક્ષિકાને પોલીસ મથક બોલાવતાં તેણીએ આચરેલા દમન અંગે માફી માંગી લીધી હતી. જો કે, આ બનાવ અંગે પોલીસે લેખિતમાં અરજી લેતા મામલો થાળે પડી ગયો હતો.

‘હેડ ડાઉન..નહીં તો એવું મારીશ કે લોહી નીકળશે !’ રાજકોટમાં રાજ માર્ગ ઉપર આવેલી એક પ્રતિષ્ઠિત શાળામાં ભૂલકાઓને એક ઉગ્ર મિજાજી શિક્ષિકાએ ‘હેડ ડાઉન..નહીં તો એવું મારીશ કે લોહી નીકળશે…’ એવા શબ્દો ઉચ્ચારી દાટી મારી ધમકાવ્યા હોવાની ચર્ચા બુધવારે સવારે વાલીઓ શાળાના પરિસરમાં કરતાં સાંભળવા મળ્યા હતા.

આ શિક્ષિકાના ખૌફથી અનેક બાળકો શાળાએ જવા ઈન્કાર કરતાં હોવાથી વાલીઓએ બાળકોને પૂછતાં શિક્ષિકા ધમકાવતાં હોવાનું ખુલ્યું હતુ. આ મામલે વાલીઓ રજૂઆત કરવા દોડી ગયા હતા.

આ શાળામાં કેટલાક શિક્ષકો બાળકોને ઘરે વાલીને કોઈ વાત ન કરવા દબાણ કરતાં હોવાનું તથા અગાઉ બાળકોને લાંબો સમય હાથ ઉંચા રખાવી, ઉભા રાખી કે જમીન ઉપર બેસાડી સજા આપવામાં આવતાં વાલીઓમાં રોષ છવાયો હતો. બાળકોના ભાવિને ધ્યાને લઈ મોટાભાગના વાલીઓ શિક્ષકોના દમનની ફરિયાદ કરતાં નથી.

 

source: sandesh

રાજકોટ/Rajkot,શિક્ષણ/Education,ગુનો/Crime,View : 396

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.