અક્કલ…..

  • ઓક્સફર્ડ

    શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
    વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

રાજકોટ: ડમ્પર લોખંડની જાળી તોડી ઘૂસી ગયું ડિવાઇડરમાં, મોટી દુર્ઘટના ટળી

201706Jul
રાજકોટ: ડમ્પર લોખંડની જાળી તોડી ઘૂસી ગયું ડિવાઇડરમાં, મોટી દુર્ઘટના ટળી

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ જોખમી બન્યો છે. ગઇકાલે માત્ર છ કલાકમાં જ બે અલગ અલગ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. ત્યારે આજે આ જ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે એક ડમ્પરના ચાલેક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની જાળી તોડી ડિવાઇડરમાં ઘૂસી ગયું હતું.

સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ચાલક ડમ્પર મુકીને ત્યાંથી પલાયન થઇ ગયો હતો. ગઇકાલે રાત્રે આ જ રોડ પર 18 વર્ષની યુવતીને બસે ઠોકર મારતા મોત નિપજ્યું હતું નાના મવાના દેવનગરમાં રહેતી જાગૃતિ ભવાનભાઇ પારઘી નામની 18 વર્ષની યુવતી મંગળવારે રાત્રે તેમની માતા અને બહેન સાથે કેકેવી ચોક પાસે આવી હતી.

માતા અને બહેનને હોટલ નજીક ઉતાર્યા બાદ જાગૃતિ એક્ટિવામાં પરત ઘરે જવા નીકળી હતી. જો કે, કેકેવી હોલ ઓવરબ્રિજમાંથી પસાર થાય તે પહેલા ખાનગી બસના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આથી જાગૃતિ ફંગોળાઇને બસની નીચે પટકાઇ હતી.

બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં જાગૃતિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ગઇકાલે બપોરે રિક્ષાએ ટક્કર મારતા ટ્રકમાં યુવાન ઘૂસી જતા મોત નીપજ્યું હતું 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસે મૂળ જૂનાગઢનો વતની દિનેશ છગનભાઇ પરમાર (ઉ.વ.27) મંગળવારે બપોરે તે પોતાનું કામ પૂરું કરી બાઇક લઇને નીકળ્યો હતો અને રિક્ષાની ઠોકરે ચડ્યા બાદ ટ્રકના જોટામાં આવી જતાં તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક મૂળ ગીર-સોમનાથના દૂધાળા ગામનો વતની હતો અને હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું હતું.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,અક્સમાત/Accident,View : 512

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સૌથી વધુ તાપમાન ક્રોધ નું છે.