રાજકોટ: ખીરસરા પેલેસના માલિકના પુત્રની બાઇકને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત

201704Jul
રાજકોટ: ખીરસરા પેલેસના માલિકના પુત્રની બાઇકને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત

રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસેથી ગઇકાલે સાંજે મિત્રો સાથે સ્પોર્ટ્સ બાઇકમાં નીકળેલા હેરિટેજ ખીરસરા પેલેસ હોટેલના માલિકના યુવા પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવથી ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતદેહને ગોંડલ તેના નિવાસસ્થાને લઇ જવાયો હતો. ત્યાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા. મિત્રનું બાઇક લઇને નિકળ્યો હતો અને ઘર તરફ જતો હતો ત્યારે ટ્રેક્ટરે અડફેટે લીધો રાજકોટના બહુમાળી ભવન પાસે ક્લિફ એપાર્ટમેન્ટમાં રહેતા ખીરસરા પેલેસ હોટલના માલિક દિલીપસિંહ રાણાના જુવાનજોધ દીકરો યશરાજસિંહ દિલીપસિંહ રાણા(ઉ.વ.19) સોમવારે બપોરે પોતાના મિત્રો સાથે કાર લઇને જામનગર રોડ પર આવેલી ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં જમવા ગયા હતા.

પરત ફરતી વખતે એક મિત્ર પાસે મુંબઇ પાસિંગનું સ્પોર્ટ્સ બાઇક નં. એમએચ-06-5881 હોય તેમણે લાવ હું ચલાવું કહી તે લઇ લીધું હતું અને જામનગર રોડ પરથી પરત ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ઘંટેશ્વર અને માધાપર ચોકડી વચ્ચે સાંજે 4.45 વાગ્યા આસપાસ પૂરપાટ ઝડપે નીકળેલા ટ્રેક્ટરે અડફેટે લેતા બાઇકચાલક યશરાજસિંહ રસ્તા પર ફંગોળાયા હતા અને આ અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઇજા થતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને જ્યાં ટૂંકી સારવારના અંતે તેમણે દમ તોડી દીધો હતો.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો હતો. યશરાજસિંહ મુંબઇની કોલેજમાં અભ્યાસ કરતો હતો મૃતક યશરાજસિંહ રાણા દેશ-વિદેશમાં જાણીતી રાજકોટની હેરિટેજ ખીરસરા પેલેસ હોટેલના માલિક દિલીપસિંહ રાણાનો એકનો એક પુત્ર હતો અને મુંબઇની કોલેજમાં અભ્યાસ કરતા હતા. જુવાનજોધ પુત્રના આકસ્મિક અવસાનથી રાણા પરિવાર આઘાતથી સ્તબ્ધ થઇ ગયો હતો.

અભ્યાસની સાથે તે મુંબઇમાં જાણિતી અભિનય સ્કૂલમાં ટ્રેનિંગ પણ લેતો હતો. પ્રથમ ‌વખત બાઇકમાં બેઠો અને કાળ ભેટ્યો યશરાજસિંહ દરરોજ કારમાં મુસાફરી કરતો હતો અને કયારેય બાઇક ચલાવતો નહોતો. પ્રથમ વખત મિત્રનું સ્પોર્ટ્સ બાઇક જોઇને ચલાવવાની ઇચ્છા થતા તેમણે બાઇક ચલાવ્યું અને માર્ગમાં કાળમુખો ટ્રેક્ટર ચાલક ભટકાઇ ગયો હતો.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,અક્સમાત/Accident,View : 353

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે.