રાજકોટ: કેરી ખાનારાઓ ચેતી જજો, કેરીના નામે ઝેર, 1400 કિલો કેરીનો કરાયો નાશ

201721Apr
રાજકોટ: કેરી ખાનારાઓ ચેતી જજો, કેરીના નામે ઝેર, 1400 કિલો કેરીનો કરાયો નાશ

ઉનાળાનો આવતાં ફળોની રાણી કેરી અને એમાય સૌરાષ્ટ્રમાં તો કેસર કેરીનો સ્વાદ સૌ કોઈને ચટાકો લગાવે છે. કેરીની સિઝનમાં નાણાં ભુખ્યા વેપારીઓ પણ સ્વાદમાં મીઠી અને સ્વાસ્થ્યમાં કડવી કે ઝેર સમાન કાર્બાઈડ કેરીઓ વેચીને જન આરોગ્ય સાથે ખિલવાડ કરતાં હોય છે.

રાજકોટમાં આજે મહાપાલિકા દ્વારા કાર્બાઈડ કેરી પર ડ્રાઈવ હાથ ધરાઈ હતી. પહેલાં જ દિવસે સવા લાખની ૧૩૦૦ કિલોથી વધુ કાર્બાઈડગ્રસ્ત કેરી તથા ૨૫,૦૦૦ની કિંમતનો કાર્બાઈડ, કેમિકલનો જથ્થો પકડી પાડીને નાશ કરાયો હતો.

આરોગ્ય શાખાની ટીમ આજે સવારથી જ શહેરના કુવાડવારોડ પર જુના જકાતનાકા પાસે હોલસેલ મેંગો માર્કેટ ભરાય છે ત્યાં પહોંચી હતી. અબ્બાસ ઢેરા, રજાકને ત્યાં ગોડાઉન તેમજ મકન છકડા વાળાને ત્યાં ચેકીંગ હાથ ધર્યુ હતું. બોક્ષમાં કાર્બાઈડની પડીકીઓ મુકીને જ સીધી કેરીઓ પકાવવામાં આવતી હોવાનું ખુલ્યું હતું.

બોક્ષમાં તેમજ છુટક ઢગલાઓમાં પડીકીઓ નાખેલી તેમજ આવી રીતે પકાવેલી ૧૪૦૦ કિલોથી વધુ કેરી હાથ લાગી હતી અંદાજે સવા લાખથી વધુ કિંમતની ઝેરી કેરીનો નાશ કર્યો હતો.

કેરીના ઉપરોક્ત ધંધાર્થીઓ દ્વારા કેરી પકડાવવામાં ચાઈનાના પેકીંગમાં રહેલા આર્ટીફિશિયલ ઈથેલીન રાઈપનર (કાર્બાઈડ)નો જથ્થો જોઈને ટીમ પણ ચોંકી ઉઠી હતી. આવી ૨૫૦૦૦થી વધુની કિંમતની કાર્બાઈડની ૯૬૦૦ પડીકીઓ પણ પકડીને ફેંકી દેવામાં આવી હતી.

મેંગો માર્કેટમાં ફુડશાખાએ મેંગોની સિઝન ચેકીંગનો આરંભ કર્યો છે હવે આરંભ સિઝનના અંત સુધી કાચી કેરી જેવો કડક રહેશે કે પછી સિઝન જામશે તેમ પાકતી કેરીને માફક કડકાઈ કુણી કે ઢીલી પડશે એ સમય બતાવશે.

કાર્બાઇડ ઝેરી કેરી, કિડની, જઠર, અન્નનળી, આંતરડાની દુશ્મન કાર્બાઇડમાં પકવેલી મીઠી મધુરી કેરીને મોંમાં મૂકીને મુશ્કુરાઇ જતાં ચહેરાઓને એ ખ્યાલ નથી હોતો કે આવી કેરી સમય જતાં શરીરને ખોખલું બનાવી દેવાનું જ ઝેર છે.

ડૉ.પી.પી.રાઠોડના કહેવા મુજબ ઉનાળામાં સીઝનની ગરમીથી કુદરતી રીતે કેસર કેરી પાકવાની હજી શરૂઆત થઇ છે. ત્યાં તો બજારમાં પણ મોઢે પાકી કેરીઓ ઉતરી પડી છે.

કાર્બાઇડથી પકવતી કેરી કાપીને મોંમાં મૂકતા આવી કેરીનું ઉપરના ભાગે રહેું કાર્બાઇડ છાલ સાથે મોંમા જાય છે અને પ્રથમ તો હોઠના બંને સાઇડમાં ચીરા પાડી લોહી નીકળે, આંતરડા, જઠર, અન્નનળીમાં ચાંદા પડી જાય.

કિડનીમાં ભયંકર અસર પહોંચાડે છે. એલર્જીક સ્કીન સહિતની મોતને આમંત્રણ આપતી બીમારીઓને નોતરે છે.

 

source: sandesh

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 641

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…