અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

રાજકોટમાં 24 કલાકમાં સ્વાઇન ફ્લૂએ બે મહિલા સહિત 4નો ભોગ લીધો

201723Aug
રાજકોટમાં 24 કલાકમાં સ્વાઇન ફ્લૂએ બે મહિલા સહિત 4નો ભોગ લીધો

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા નવ વર્ષથી હાહાકાર મચાવતા સ્વાઇન ફ્લૂની મહામારીએ ચાલુ વર્ષમાં કાળો કહેર વર્તાવ્યો છે. મહામારીને કારણે રાજ્યભરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા અવિરતપણે વધી રહી છે.

અને એક પછી એક માનવ જિંદગીનો ભોગ લઇ રહી છે. ત્યારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ મંગળવારે 24 કલાકમાં વધુ ચાર માનવ જિંદગીનો ભોગ લીધો છે.

રાજકોટમાં મત્યુ આંક 87 થયો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અમરેલીના 58 વર્ષીય મહિલા, રાજકોટના 51 વર્ષના પ્રૌઢ અને ગીર-સોમનાથની 25 વર્ષીય યુવતીનો, જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જૂનાગઢના 38 વર્ષના યુવાને દમ તોડ્યો છે.

આજે થયેલા ચાર મોત બાદ સ્વાઇન ફ્લૂથી મોતનો કુલ આંક 87 પર પહોંચ્યો છે. સૂત્રના જણાવ્યાં મુજબ, સિવિલ હોસ્પિટલના સ્પે.સ્વાઇન ફ્લૂ વોર્ડમાં મંગળવારે વધુ નવ દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે.

જે તમામનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમાં સાત મહિલા અને પુરુષનો સમાવેશ થાય છે. નિષ્ણાત તબીબની એક ટુકડી રાજ્યની મુલાકાતે સ્વાઇન ફ્લૂની મહામારીને અટકાવવા માટે નિષ્ણાત તબીબની એક ટુકડી રાજ્યની મુલાકાતે આવી છે.

જે નિષ્ણાત તબીબો બુધવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજકોટની મુલાકાતે એમ્સનાં વાઇરોલોજિસ્ટ ડો.લલિત દાર, દિલ્હી સફદરજંગ હોસ્પિટલના ફેફસાંના નિષ્ણાત ડોક્ટર દીપક ભટ્ટાચાર્ય અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલના નોડલ ઓફિસર ડો.સાકેત કુલકર્ણી (એપીડો માયોલોજી) આવી રહ્યાં છે.

ઉપરોક્ત ત્રણેય નિષ્ણાત તબીબો સવારે રાજકોટ આવી પહોંચ્યા બાદ 11થી 1 વચ્ચે મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાનીને મળશે. નિષ્ણાત તબીબો સિવિલ હોસ્પિટલની મુલાકાત કરશે બાદમાં નિષ્ણાત તબીબો બપોરના 2થી 4 વચ્ચે સિવિલ હોસ્પિટલની મુલાકાતે જશે. અહીં તેઓ સ્વાઇન ફ્લૂ વોર્ડની સમીક્ષા કરશે.

ત્યાર બાદ હોસ્પિટલની લેબોરેટરીની પણ મુલાકાત લેશે. ત્રણેય નિષ્ણાત તબીબ સર્વેલન્સનો વ્યાપ કેટલો વધારવો, વાઇરસના ઇન્ફેકશનનું પ્રમાણ જોઇ ટ્રીટમેન્ટમાં શું વધારો કરવો તે અંગે સ્થાનિક તબીબોને સૂચન કરશે.

નિષ્ણાત તબીબ શહેરના સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત વિસ્તારોમાં જશે બાદમાં ત્રણેય નિષ્ણાત તબીબ ચાર વાગ્યા પછી શહેરના સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત વિસ્તારોમાં જશે અને અહીંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ વિસ્તારના રહેવાસીઓને મહામારીથી બચવા માટે શું શું કરવું તે અંગે લોકોને માર્ગદર્શન આપી તકેદારી રાખવા સૂચન કરશે.

દિવસભરની શહેરની મુલાકાત બાદ ત્રણેય તબીબ પરત અમદાવાદ ફરશે. અને ગુરુવારે તેમણે કરેલા ઓબ્ઝર્વેશનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી સ્વાઇન ફ્લૂની મહામારીને અટકાવવા માટેના સુધારા-વધારા અંગે સૂચન કરશે.

રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એક પણ વાઇરોલોજિસ્ટ તબીબ નથી રાજ્યમાં અગાઉ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગચાળાએ તરખાટ મચાવ્યો છે. આવા ગંભીર રોગચાળામાંથી પસાર થવા છતાં પણ હાલ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એક પણ વાઇરોલોજિસ્ટ તબીબ નથી કે વકરેલા રોગચાળાને કાબૂમાં કરી શકે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 277

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.