રાજકોટમાં સ્વાઈન ફ્લૂની ફિફ્ટી, સિવિલમાં વોર્ડ ફુલ થતાં 12 બેડ મૂકાયા

201711Aug
રાજકોટમાં સ્વાઈન ફ્લૂની ફિફ્ટી, સિવિલમાં વોર્ડ ફુલ થતાં 12 બેડ મૂકાયા

રાજકોટ છેલ્લા કેટલાક સમયથી શહેર તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સ્વાઈન ફ્લૂને કારણે સુલતાનપુરના યુવકનો રિપોર્ટ પોસિટિવ આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલાનું પણ સ્વાઈન ફ્લૂને કારણે મોત નિપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાને કારણે વોર્ડ ફુલ થઈ ગયો હતો.

12 નવા બેડ મૂકાયા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે રાજકોટ સિવિલમાં સ્વાઈન ફ્લૂનો વોર્ડ હાઉસ ફુલ થઈ જતાં હોસ્પિટલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો, બાદમાં વોર્ડમાં વધુ 12 નવા બેડ મૂકવાની ફરજ પડી હતી.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂના વોર્ડમાં હજુ 29 દર્દીઓ સારવાર હેઠળ છે, તો હજુ પણ 8 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યારસુધીમાં 50નાં મોત શિયાળા, ચોમાસુ તથા ઉનાળા એમ ત્રણેય ઋતુમાં કેર વર્તાવનાર સ્વાઈન ફ્લૂ દિવસે દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

અા વર્ષે અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂને કારણે મૃતકોની સંખ્યા 50 સુધી પહોંચી જતા શહેરમાં ચિંતા પ્રસરી છે. રાજકોટ સિવિલમાં સ્વાઈન ફ્લૂ વોર્ડમાં અમરેલી, પોરબંદર, જુનાગઢ શહેરના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

તો જસદણમાં લાખવળ ગામનાં 55 વર્ષિય પ્રૌઢાને સ્વાઈન ફ્લૂની શંકાએ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેના રિપોર્ટ કરાવવામાં આવ્યા પરંતુ રિપોર્ટ આવે તે પહેલા પ્રૌઢાનું મોત નિપજ્યું હતું.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,અમરેલી/Amreli,પોરબંદર/Porbandar,જુનાગઢ/Junagadh,View : 161

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • કોઈ તમારા પર આંધળો વિશ્વાસ રાખે , ત્યારે સાબિત નાં કરતા કે તે ખરેખર અંધ છે.