અક્કલ…..

  • રૂ ના ગોટે ગોટા

    એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.

    Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.

    પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.

    દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

રાજકોટમાં ધોધમાર ઝાપટુ તો મોરબીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો

201728Jun
રાજકોટમાં ધોધમાર ઝાપટુ તો મોરબીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારે ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું.

ધોધમાર વરસાદી ઝાપટાથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે મોરબીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ બન્યા પાણી પાણી ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. કિસાનપરા ચોકથી કાલાવડ રોડ તરફ જતા રસ્તા પર, યાજ્ઞીક રોડ, ફૂલછાબ ચોક, પાણી ભરાય ગયા હતા.

જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે.

બે દિવસ પહેલા જ રાજકોટમાં 40 મિનિટમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો રાજકોટ પર મેઘરાજા મહેરબાન હોય તેમ આજે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.

હજુ બે દિવસ પહેલા જ રાજકોટમાં માત્ર 40 મિનિટમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારે આજે ફરી મેઘરાજા રાજકોટ પર મહેરબાન હોય તેમ ઝાપટું વરસાવી ગયા હતા.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,મોરબી/Morbi,View : 145

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે