અક્કલ…..

 • બીએમડબલ્યુ

  એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુમાં બેસાડીને લોંગ ડ્રાઈવ લઈ ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ - આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.
  લીલી (ગભરાઈને) બોલી - કંઈ વાત ?
  છગન - .. કે હું પરણેલો છુ......
  લીલી - તે તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો.. મને લાગ્યુ કે બીએમડબલ્યુ કાર તારી નથી.

રાજકોટના ડોક્ટરે કિડનીને લઈને લખ્યું પુસ્તક, 30 ભાષામાં ઉપલબ્ધ

201709Mar
રાજકોટના ડોક્ટરે કિડનીને લઈને લખ્યું પુસ્તક, 30 ભાષામાં ઉપલબ્ધ

રાજકોટ: શહેરના નેફ્રોલોજીસ્ટ ડોકટરની અનોખી જીદ છે. તેઓ દુનિયાના ખૂણે ખૂણે કિડની કઇ રીતે બચાવવી તેની માહિતી પહોંચાડી લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે. ટેક્નોલોજીના યુગમાં તેમણે પોતે લખેલું પુસ્તક આજે www.kidneyeducation.com નામની વેબ પર 30 અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ કરાવ્યું છે.

કિડની સંબંધી વિશ્વ અને ભારતીય ભાષામાં કિડની અંગેની સરળ ભાષામાં માહિતી દેશ વિદેશમાં વિનામુલ્યે આપી રહ્યા છે. તેમની વેબસાઈટને અત્યાર સુધી 3 કરોડ હિટ મળી છે. ડો.સંજય પંડયા 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે નેફ્રોલોજીસ્ટ ડો.સંજય પંડયા  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના એક તારણ પ્રમાણે વૈશ્વિક સ્તરે વધી રહેલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર જેવા રોગના કારણે કિડનીના રોગોનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે, એક સર્વે પ્રમાણે દર વર્ષે 1 લાખ લોકો કિડનીની બીમારીથી પીડાઇ રહ્યાં છે.

જો સમયસર યોગ્ય માહિતી મળે તો આ રોગ આગળ વધતો અટકે તે હેતુથી વિચાર આવ્યો અને લોકો સુધી માહિતી પહોંચાડવાનું નક્કી કર્યુ હતું. 2006માં પ્રથમ ગુજરાતી પુસ્તક લખ્યું અને 2010માં આગળીના ટેરવે લઇ ગયા ડો.સંજય પંડ્યાએ વર્ષ 2006માં સૌ પ્રથમ 230 પેજનું સાવ સરળ ભાષામાં પુસ્તક લખ્યુ હતું ત્યાર બાદ તેમને થયું કે રાષ્ટ્રભાષામાં પણ પુસ્તક હોવું જોઇએ.

2008માં હિન્દીમાં લખ્યુ અને અંતે બધા સુધી પુસ્તક પહોચાડવું કેમ તે સવાલ ઉદભવ્યો હતો. ત્યારબાદ તેમણે એક વેબસાઇટ શરૂ કરી હતી.આ વેબમાં કોઇ પ્રકારની જાહેરાત નથી. તેમજ કમાણી કરવાનો પણ ઉદ્દેશ નથી.

માત્રને માત્ર કિડની વિષે લોકોને માહિતી આપવી તે નક્કી થયું અને 2010માં આ વેબનું લોન્ચિંગ થયું હતું. 60 નેફ્રોલોજીસ્ટની ટીમ, ઇટાલીના ડોકટરે ઇટાલીમાં ટ્રાન્સલેટ પણ કર્યુ ડોં.સંજય પંડ્યા જણાવે છે, 18 આંતરરાષ્ટ્રીય ભાષા છે અને 12 રાષ્ટ્રીય ભાષામાં આ પુસ્તક વેબ પર વાંચવા મળે છે .

દેશ વિદેશમાં 60 નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની ટીમ છે અને સૌ કોઇ યોગદાન આપી ટ્રાન્સલેટ કરી આ પુસ્તક વેબમાં મુકે છે. હાલમાં જ આંતરાષ્ટ્રીય સોસાયટી ઓફ નેફ્રોલોજીસ્ટના ઇટાલીના પ્રમુખ ડો.રુમુઝીમે ઇટાલી ભાષામાં ટ્રાન્સલેટ કર્યું છે.

વેબસાઇટ પર 75 માસમાં 3 કરોડ હિટ આવી ડો. સંજય પંડ્યાના જણાવ્યા પ્રમાણે કિડની બચાવોની માહિતીની વેબને 75 મહિનામાં ત્રણ કરોડ લોકોએ આ વેબની મુલાકાત લીધી છે. કિડની સંબંધી માહિતી બદલ વેબસાઈટને બુધવારે અમેરિકાની ગોલ્ડન બુક દ્વારા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો હતો. પુસ્તકને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

જેમાં 200 પાનાં સુધીની બુક છે. સેવા કરવી છે રેકોર્ડનો કોઇ મોહ નથી ડો.સંજય પંડ્યા કહે છે કે, દેશ-વિદેશમાં એકપણ વેબ નથી કે જેમાં કોઇ પણ એક રોગ વિશે આટલી ભાષામાં માહિતી હોય. માત્ર આ એક જ વેબ એવી છે જેમાં એકી સાથે 30 ભાષામાં માત્ર એક જ બીમારી વિષે માહિતી મેળવી શકો છો. વર્લ્ડ રેકોર્ડની કોઇ ઘેલછા નથી એટલે કોઇ દિવસ એપ્લાય કર્યુ નથી. લોકો વાંચે અને જાગૃત થાય તે ઉદ્દેશ છે.

ડો.સંજય પંડ્યા કહે છે આટલું અચુક કરો જો કોઇને ડાયબિટીસ હોય, લોહીનું દબાણ દવા પરેજી છતાં કાબુમાં ન હોય, કુંટુબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય, લાંબા સમય માટે કોઇ દુઃખાવાની દવા લેતા હોય, મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય એવા લોકોએ એક વખત કિડનીની તપાસ કરાવી લેવી હિતાવહ છે.

આ સિવાય નિયમિત કસરત કરો,પાણી વધુ પીવો, રૂટિન હેલ્થ ચેકઅપ, પૌષ્ટિક આહાર લેવો, ડાબા હાથમાં ઇન્જેક્શન કે બાટલા ચડાવાનું ટાળો. આવા સુચનો ઘ્યાને રાખવાથી આ કિડનીના રોગથી બચી શકાય છે.

 

source: divyabhasker

રાજકોટ/Rajkot,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 585

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે.