અક્કલ…..

 • બોલીવુડના જોક્સ

  મુવી ડિરેક્ટર કહેઃ હવે તારે આ સીનમા ૧૫મા માળથી કુદવાનુ છે.
  બીચારો નવો એક્ટરઃ પણ સર જો મને કઇ થઇ ગયુ તો?
  ડિરેક્ટરઃ અરે ચીંતા ના કર, આ મુવીનો છેલ્લો સીન જ છે.

રાજકોટના ઉદ્યોગપતિની હત્યા કરવા આવેલો રામદાસ રહાણે શિવસેનાના નેતાનો ભાઈ

201728Feb
રાજકોટના ઉદ્યોગપતિની હત્યા કરવા આવેલો રામદાસ રહાણે શિવસેનાના નેતાનો ભાઈ

જામનગરના ઉદ્યોગપતિની હત્યા કરવા નિકળેલા દાઉદ ગેંગનાં ચાર શાર્પશૂટરોને રાજકોટ પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ખાનગી બસમાંથી ઝડપી લઈ ગંભીર ઘટના બનતાં અટકાવી હતી.

પકડાયેલા શાર્પશૂટરોની વિશેષ પુછપરછ કરવા પોલીસે બાર દિવસનાં રિમાન્ડ પર લીધા બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પકડાયેલા ચાર પૈકી એક દાઉદ ગેંગના શાર્પશૂટર રામદાસ રહાણેનો ભાઈ શિવાજી મહારાષ્ટ્ર શિવસેનામાં નેતા હોવાનું અને અન્ય એક ભાઈને ગેંગવોરમાં ઢાળી દેવાયો હોવાનું પુછપરછમાં બહાર આવ્યું છે.

આ અંગે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીએ જણાવ્યું હતુ કે, રિમાન્ડનાં પ્રથમ દિવસે રામદાસ રહાણે, વિનીત જાલટે, સંદિપ સિબાંગ અને અનીલ ધીલોડાના નિવેદન નોંધ્યાં હતા. તેમજ જામનગરનાં ઉદ્યોગપતિ અશફાક ખત્રીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતુ.

જેમા તેણે જણાવ્યું હતુ કે, તેને આ બનાવ બાદ જાણમાં આવ્યું કે દુબઈ સ્થિત ભત્રીજા સફદર સાથે દાઉદના ભાઈ અનીસને ગુટખાના ધંધામાં ભાગીદારી કરવી હતી.

જે મુદે અનીસ ભત્રીજાને ફોન કરતો હોય અને ભત્રીજો તેની સાથે વાત કરતો ન હોવાનો ખાર રાખી પોતાની હત્યાની સોપારી આપી હોવાનું ધ્યાને આવ્યું છે. બીજી તરફ પોલીસે શાર્પશૂટરો દ્વારા ચોરેલું બાઈક આજે કબજે કર્યું છે.

પુછપરછમાં આ શાર્પશૂટરો દોઢેક મહિનાના સમયગાળામાં ચાર વખત રાજકોટ-જામનગર આવ્યાં હોવાનું બહાર આવ્યું હતુ. અને તેઓ રાજકોટનાં કોર્પોરેશન ચોકમાં આવેલી હોટલ સીટી ઈનમાં ઉતર્યા હોવાની કેફિયત આપતા પોલીસ ચારેયને સાથે રાખી હોટલ પર લઈ ગઈ હતી. અહીં હોટલના મેનેજર, કર્મચારીઓ પાસે ઓળખ કરાવી હતી.

ચારેય શાર્પશૂટરો અન્ય કયાં કયાં રોકાયા હતા તેમજ હથિયાર કયાંથી લીધું સહિતની વિગતો બહાર લાવવા પોલીસ જામનગર, નાસીક, મુંબઈ તપાસ અર્થે લઈ જશે.

નાસીકથી નિકળ્યાં બાદ ચારેય શાર્પશૂટરોએ મોબાઈલ બંધ કરી દીધા તપાસનીસ અધિકારી ગઢવીએ જણાવ્યું હતુ કે, ચારેય શાર્પશૂટર એટલા શાતિર છે કે તેમનું પગેરૃ પોલીસ ન પકડી શકે તે માટે નાસિકથી નિકળતાંની સાથે તેમના મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા હતા. જયારે ચાર પૈકી એક અનિલ ધીલોડા ચપ્પુ ચલાવવામાં માસ્ટર હોય જામનગરનાં ઉદ્યોગપતિ પર છરીથી હુમલો કરવાનું કામ તેને સોંપાયું હતુ.

 

source: sandesh

જામનગર/Jamnagar,ગુનો/Crime,રાજકોટ/Rajkot,View : 840

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે.