અક્કલ…..

 • બહેન

  પતિ ફોન પર વાત કરી રહ્યો હતો
  પત્ની - કોનો ફોન છે ?
  પતિ - બહેનનો....
  પત્ની - તો આટલી ધીરે ધીરે વાત કેમ કરો છો ?
  પતિ - તારી છે એટલા માટે..

રાજકોટના અશ્ફાકનું ગળું કાપીને જ હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવેલો

201727Feb
રાજકોટના અશ્ફાકનું ગળું કાપીને જ હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવેલો

અશ્ફાક ખત્રીની હત્યા કરવા માટે આવેલા રામદાસ રહાને, વિનીત જાલટે, સંદિપ સિબાંગ અને અનીલ ધીલોડાને રાજકોટ પોલીસે ગઈકાલે ઝડપી લઈ ધરપકડ કરી હતી. ચારેય સામે ગુનો નોંધી આજે બપોરે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ હિતેશદાન ગઢવી સહિતનાએ ચુસ્ત જાપ્તા વચ્ચે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.

કોર્ટે ચારેય આરોપીને ૧૨ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. તેઓએ હત્યા કરવા માટે કેવો પ્લાન ગોઠવેલો હતો, તે વિગતો ખુલી હતી. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરીને તેઓ બાઈક મારફત જામનગર પહોચવાના હતા.

જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતા અસ્ફાકને મારી નાખવા માટે રાતનો ૮.૩૦ થી ૯ વચ્ચેનો સમય પસંદ કર્યો હતો. આ સમય દરમ્યાન અંધારૃ હોય અને વિસ્તારમાં અવર-જવર પણ ઓછી રહેતી હતી. જયારે અશ્ફાક ઘરે આવે ત્યારે અગાઉથી ઉભેલા અનિલ અને વિનીત તેના પર હુમલો કરવાના હતા.

અનિલ પાસે છરી અને વિનીત પાસે છરી તેમજ પિસ્તલ રાખવાનું નકકી થયુ હતુ. હુમલો કર્યા બાદ અનિલ છરીથી અસ્ફાકનું ગળુ કાપી હત્યા કરવાનો કરવાનો હતો. બાદમાં બંને ભાગી જવાના હતા.

પરંતુ જો આ સમયમાં કોઈ આવી જાય તો જ ફાયરીંગ કરવાનો ઓર્ડર હતો. હત્યા કોઈ લોકલ માણસે કરી હોય તેવો સ્પોટ ઉભો કરવાનો હતો. હત્યા બાદ તેઓને સીધા બસ સ્ટેન્ડે પહોંચવાનું હતુ.

બસ સ્ટેન્ડે અગાઉથી જ રામદાસ અને વિનીત ટેકસી ભાડે કરીને ઉભા રહેવાના હતા. ૭૦૦ રૃપીયામાં રાજકોટ આવવા માટે ટેકસી ભાડે કરી ચારેય ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરી ખાનગી વાહનોમાં સુરત-ભરૃચ થઈ નાસીક તરફ નાસી જવાના હતા.

હવે ચારેયના રીમાન્ડમાં તેમની સાથે લોકલ લેવલે રાજકોટ અને જામનગરમાં કોણ-કોણ મદદ કરવાનું હતુ, કોના સંપર્કમાં હતા તે મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,રાજકોટ/Rajkot,જામનગર/Jamnagar,View : 702

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે.