રાજકોટ સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આજે સીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે, ત્યારે તેમના આગમન દરમિયાન જ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢની 24 વર્ષિય યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત નીપજ્યું હતું. તો આ પહેલા સવારે અમરેલીના એક બાળકનું પણ મોત થયું હતું. અત્યારસુધીમાં એટલે કે આ વર્ષે સ્વાઇન ફ્લૂને કારણે કુલ 69 લોકોનાં મોત થયા છે.
એક બાળક અને એક યુવતીનું મોત સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર દરમિયાન અમરેલીના એક બાળકનું મોત નીપજ્યું હતું, તો રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢની 24 વર્ષિય રૂપા નામની યુવતીએ પણ દમ તોડ્યો હતો. ત્યારે અત્યારસુધીમાં મૃત્યુઆંક 69 પર પહોંચ્યો છે, તો હજુ પણ સ્વાઇન ફ્લૂ વોર્ડમાં હાલ 31 દર્દી સારવારમાં છે.
જેમાં 29થી વધુ દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે. ગત સપ્તાહમાં સ્વાઇન ફ્લૂએ અહીંના સ્પેશિયલ વોર્ડમાં સારવાર લઇ રહેલી બે મહિલા સહિત ત્રણ દર્દીએ દમ તોડ્યા હતા. મોતને ભેટેલી બે મહિલા, એક પુરુષના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અન્ય દર્દીઓની સારવારને સઘન બનાવાઇ છે. શહેરના દરેક વોર્ડ ઓફિસમાં ઉકાળાનું વિતરણ સ્વાઇન ફ્લૂના પગલે લોકમેળામાં ફરજ બજાવનાર પોલીસ પણ સ્વાઇન ફ્લૂની મહામારીથી બચવા માસ્ક પહેરી ફરજ બજાવશે.
તેમજ શહેરના દરેક વોર્ડની ઓફિસમાં ઉકાળાનું વિતરણ લોકોમાં કરવામાં આવી રહ્યું છે. જે આવતા પાંચ દિવસ સુધી કરવામાં આવશે. આ માટે 60 ટીમો બનાવવામાં આવી છે.
જે જન્માષ્ટમીના મેળાઓમાં વિતરણ કરી રહી છે. આંકડો છૂપાવવા તંત્રે વિગત આપવાનું બંધ કર્યું સ્વાઇનફલૂ એક પછી એક દર્દીઓનો ભોગ લઇ રહ્યું છે. બીજી તરફ આરોગ્ય તંત્ર સ્વાઇન ફલૂને અટકાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.
ત્યારે અહીંના સ્વાઇન ફ્લૂ વોર્ડની વિગતો નહીં આપવા સિવિલ સર્જને જણાવ્યું હોવાનું અને રૂબરૂ આવી વિગતો મેળવી જવા ફરજ પરના સ્ટાફે રટણ શરૂ કર્યું છે.
જોકે આવું ફરમાન કોણે કર્યું છે તે અંગે ચોક્કસ મગનું નામ મરી પાડતા નથી. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા સફાઇ આજે બપોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીની મુલાકાતને લઇને અધિકારીઓ કામે લાગી ગયા હતા. સમગ્ર હોસ્પિટલમાં દવાનો છટકાવ કર્યો હતો, તથા સાફસફાઇ કરાવી હતી.
source: divyabhaskar