રદ થઈ ગયેલી ૧ કરોડની ચલણી નોટો સાથે ભાવનગરના ૩ ઝબ્બે

201711Apr
રદ થઈ ગયેલી ૧ કરોડની ચલણી નોટો સાથે ભાવનગરના ૩ ઝબ્બે

દેશભરના જુદા જુદા વિસ્તારોમાંથી રદ થયેલી ચલણી નોટો પકડાવવાનો સિલસિલો ચાલુ છે ત્યાં આજે રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે રદ થઈ ગયેલી ૫૦૦ અને ૧ હજારના દરની ૧ કરોડ રૃપિયાની ચલણી નોટો સાથે ભાવનગરનાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

આ શખ્સો માત્ર કેરિયર છે અને ભાવનગરનાં જમીન-મકાનનાં ધંધા સાથે સંકળાયેલા એક શખ્સ વતી આ ૧ કરોડ કમિશનથી બદલાવવા રાજકોટ આવ્યાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્યું છે.

ક્રાઈમ બ્રાંચના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે સાંજે પીએસઆઈ એ.એસ. સોનારાએ કિશાનપરા ચોકમાં થેલો લઈને ઉભેલા ત્રણ શખ્સોની પુછપરછ કર્યા બાદ થેલાની તલાશી લેતા અંદરથી રદ થઈ ગયેલી ૫૦૦ અને ૧ હજારના દરની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી આ ત્રણેય શખ્સોને ક્રાઈમ બ્રાંચની કચેરીએ લાવી નોટોની ગણતરી કરતા ૫૦૦ના દરની ૪૨૦૦ અને ૧ હજારના દરની ૭૯૦૦ ચલણી નોટો મળી આવી હતી.

ત્યાર બાદ ઝડપાયેલા ત્રણેય શખ્સો અશફાક રફીકભાઈ શેખ (ઉ.વ. ૩૪, રહે. ઘોઘા સર્કલ, શ્રમજીવી અખાળો, ભાવનગર), મુસ્તુફા જમાલભાઈ સૈયદ (ઉ.વ. ૪૧, રહે. સુભાષનગર મફતીયાપરા, શંકર મંદિર સામે, વાઘેલાવાળા ખાંચામાં ભાવનગર) અને મહમદ જાહીદ શેરૃભાઈ દસાડીયા (ઉ.વ. ૩૯, રહે. રાણીકા, વિઠ્ઠલેશ્વર મહાદેવ મંદિર પાસે, ભાવનગર)ની અટકાયત કરી હતી.

જ્યારે ચલણી નોટો સીઆરપીસીની કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી હતી. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે પુછપરછમાં આ ત્રણેય શખ્સો એમ કહી રહ્યા છે.

ખરેખર જે ચલણી નોટો કબ્જે થઈ છે, તે તેમની નથી. પરંતુ મહેબૂબ નામના શખ્સે તેમને આ ચલણી નોટોને નવી ચલણી નોટો સાથે બદલાવવા રાજકોટ મોકલ્યા હતા. તેમને ૧ કરોડની રદ થયેલી ચલણી નોટોના બદલામાં ૩૦ લાખ મળવાના હતા. આ માટે એક શખ્સ કિશાનપરા ચોક આવવાનો હતો.

આ ત્રણેય શખ્સોને આ નોટો બદલાવવા બદલ ૧૦, ૧૦ હજાર કમિશન પેટે મળવાના હતા, આજે એસ.ટી. બસમાં ભાવનગરથી આ ચલણી નોટો લઈ રાજકોટ આવ્યા હતા.

બસ સ્ટેન્ડથી કિશાનપરા ચોક પહોંચ્યા હતા પરંતુ ત્યાં નોટ એક્સચેન્જ કરી આપનાર શખ્સ આવે તે પહેલા જ ઝડપાઈ ગયા હતા. અશફાક અને મુસ્તુફાને ગેરેજ છે. જ્યારે મહમદ જાહીદ સ્ક્રેપનો ધંધો કરે છે.

ક્રાઈમ બ્રાંચને આ રદ થયેલી નોટો ભાવનગરનાં જમીન-મકાનના ધંધા સાથે સંકળાયેલા એક શખ્સની હોવાની માહિતી મળી છે. જે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.

 

source: gujaratsamachar

 

રાજકોટ/Rajkot,ગુનો/Crime,ભાવનગર/Bhavnagar,View : 385

  Comments

  • Vishal shiyal16/07/2018મિથુન રાશીના છોકરાનુ નામ બતાવો
  • 972634844215/07/2018Min rasi ma sokri nu name batavo
  • jhjh14/07/2018opopo
  • Knjl10/07/2018થ રાશી પર નામ આપો...
  • JiGnesh07/07/2018મકર રાશિમાં છોકરા નુ નામ જણાવો
  • Rakesh patel07/07/2018Min rash chhokri na nam
  • Shailesh05/07/2018Baby name
  • Kalpesh nayak03/07/20182/7/2018 રાશી કંઈ છે
  • Nita Ben Prajapati02/07/2018Pet ma sojo to Ane dukhavo thay 6e.. to ano upay
  • લક્ષ્મણ પરમાર02/07/201823/6/2018 1:20વાગે તુલા(ર. ત) સારા નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.