રજનીકાંતની પુત્રીના છૂટાછેડાને ફેમિલી કોર્ટની મંજૂરી

201707Jul
રજનીકાંતની પુત્રીના છૂટાછેડાને ફેમિલી કોર્ટની મંજૂરી

સુપરસ્ટાર રજનીકાંતેની પુત્રી સૌંદર્યા અને તેના પતિ વચ્ચે ચાલી રહેલા મતભેદ સર્વવિદિત છે. બંને છૂટાં પડવાના છે એ વાત પણ જગજાહેર છે. અને હવે બંનેના છૂટાછેડાને ફેમિલી કોર્ટે મંજૂર પણ કરી દીધા છે. તેની સાથે છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલી તેમની છૂટાછેડાની કાર્યવાહીનો અંત આવ્યો છે.

છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલી સૌંદર્યા અને તેના પતિ અશ્વિનની છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન બંને છૂટાં પડવા બાબતે મક્કમ રહ્યાં હતાં. તેથી ચેન્નઇની મુખ્ય ફેમિલી કોર્ટના જજ મારિયા ક્લાટાએ તેના પર કાનૂની મોહર લગાવી દીધી હતી.

બંને પક્ષે છૂટાં પડવા બાબતે પોતપોતાની મક્કમતા જાળવી રાખી હતી તેથી આ કાર્યવાહીમાં ઝાઝી અડચણ નહોતી આવી. અત્રે ઉલ્લેખનીય છે કે સૌંદર્યા અને અશ્વિના વિવાહ વર્ષ ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનાની ત્રીજી તારીખે થયા હતા. તેમને ચાર વર્ષનો એક પુત્ર પણ છે.

જોકે હજી સુધી એ સુનિશ્ચિત નથી થયું કે તેમનો પુત્ર કોની સાથે રહેશે. છૂટાછેડાના આ કેસ સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીએ કહ્યું હતું કે આ કેસ સાત મહિનાથી ચાલી રહ્યો હતો. બંને વચ્ચે ચોક્કસ બાબતોએ મતભેદ હતા. તેથી બેઉ છૂટા પડવા માગતા હતા. અને હવે ફેમિલી કોર્ટે તેને માટે મંજૂરી આપી દીધી છે.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 550

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બીજાનીઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.