અક્કલ…..

  • રૂ ના ગોટે ગોટા

    એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.

    Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.

    પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.

    દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

યુનિર્ફોમ ખરીદવા માટે ફરજ પાડતી સ્કૂલ સામે પગલા લેવાશે, ફી કમિટીને ફરિયાદ

201703Jun
યુનિર્ફોમ ખરીદવા માટે ફરજ પાડતી સ્કૂલ સામે પગલા લેવાશે, ફી કમિટીને ફરિયાદ

અમદાવાદ: સ્કૂલોમાંથી બાળકો માટે સ્કૂલ ડ્રેસ સહિતની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે ફરજ પાડી શકાય નહીં તેવા શિક્ષણ વિભાગના આદેશને ધોળીને પી જઇ ખાનગી સ્કૂલોએ ખુલ્લેઆમ વેપાર શરૂ કરી દીધો છે.

ઘણી સ્કૂલો હજી સ્કૂલમાંથી જ યુનિફોર્મ, મોજા, બૂટ, ચોપડા, નોટબૂક સહિતની ચીજ-વસ્તુઓ ખરીદવા ફરજ પાડે છે. વાલીઓના જણાવ્યા મુજબ સ્કૂલ સામે બોલી શકતા નથી. ડીઇઓ અને ડીપીઓમાં ફરિયાદ કરીએ તો સ્કૂલને જાણ કરી દેવામાં આવે છે. જેથી નામ જોગ ફરિયાદ કરતાં વાલીઓ ડરે છે. રાજ્ય સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે.

રાજ્યના વિવિધ ડીઇઓ અને ડીપીઓ સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓ સરકારની જાહેરાતોને બહોળી પ્રસિદ્ધ મળે તે માટે સ્કૂલોમાં જઇ વાલીઓ સમક્ષ સંબોધન કરે છે. પરંતુ રાજ્ય સરકારનો નિયમ વિરુદ્ધ વેપારવૃત્તિ કરતી સ્કૂલો સામે પગલાં ભરવામાં આંખ આડા કાન કરે છે. વાલીના નામ-સરનામા વગર ફરિયાદ મળશે તો પણ તપાસ કરાશે શહેર ડીઇઓ નવનીત મહેતા,ગ્રામ્ય ડીઇઓ રાજગુરુ અને ડીપીઓ એમ.એન.મહેતાએ જણાવ્યું હતું કે કોઇ ફરિયાદ આવી નથી.

પરંતુ બાળકો માટે સ્કૂલ ડ્રેસ સહિત વિવિધ ચીજ-વસ્તુઓ ખરીદવા માટે ફરજ પાડનાર સ્કૂલ સામે વાલીના નામ-સરનામા વગર ફરિયાદ મળશે તો પણ તપાસ કરાશે.

તપાસમાં સ્કૂલોમાં ચાલતી વેપારવૃત્તિ બહાર આવશે તો તે દંડાત્મક કાર્યવાહી કરાશે. કેટલીક સ્કૂલો તો પરિણામ વખતે જ વસ્તુઓ ક્યાંથી મળશે તેનું લિસ્ટ આપી દેતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

નિયમ મુજબ ચોક્કસ સ્થળેથી ખરીદીની પણ સ્કૂલો ફરજ પાડી શકે નહીં

-ગણવેશ, પુસ્તક,નોટબુક,લેખન સામગ્રીનું સ્કૂલ વેચાણ કરી શકશે નહીં

-ગણવેશ કે બૂટ માટે ચોક્કસ દુકાનમાંથી ખરીદવા સ્કૂલો દબાણ ન કરી શકે

-સ્કૂલો શિક્ષણ સિવાય વેપાર પ્રવૃત્તિ નહીં કરી શકે.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,શિક્ષણ/Education,View : 635

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses