હળવદ:હળવદ તાલુકાના માથક ગામમાં બે જ્ઞાતિના જૂથો વચ્ચે મોડી રાત્રે અગાઉના મન દુ:ખ બાબતે અથડામણ થઈ હતી. જેમાં એક યુવાનનું મોત થતાં પોલીસના ધાડેધાડા માથક ગામે ઉતરી પડ્યાં હતાં.
જેમાં રોષે ભરાયેલા લોકોનાં ટોળાંએ 8થી 10 કેબીનો સળગાવી દીધી હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી તરફ પોલીસના પર પથ્થરમારો થતાં વાહનોને નુકશાન થયું હતું. હળવદ તાલુકાના માથક ગામમાં ક્ષત્રીય સમાજ અને ધાંચી મુસ્લિન જ્ઞાતિ વચ્ચે અગાઉના બનાવને પગલે મનદુઃખ હતું.
આ દરમિયાન બુધવારના રોજ સાંજે અચાનક બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં લોકોનાં ટોળેટોળાં હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
પોલીસના ધાડેધાડા માથક ગામે ઉતરી પડ્યા આ દરમિયાન તૌસીફ હુસેનભાઇ વડગામા (ઉમર વર્ષ 30) પર તીક્ષ્ણ હથીયારો વડે હુમલો થતા તેનું મોત થયું હતું.
આથી લાશને પીએમ માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ફેઝલ હુસેનભાઇ વડગામાને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ બનાવની જાણ થતા પોલીસના ધાડેધાડા માથક ગામે ઉતરી પડ્યા હતા. આ દરમિયાન રોષે ભરાયેલ એક ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
8થી 10 દુકાનો સળગાવી દેવાઇ અથડામણમાં પોલીસની જીપ સહિત 2 વાહનોના કાચ તૂટી ગયા હતા. બીજી તરફ માથકગામમાં 8 થી 10 દુકાનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
આ બનાવની ગંભીરતા સમજી મોરબી જિલ્લાના ડીએસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. માથકમાં સર્જાયેલા ભારેલ અગ્નિ જેવી પરિસ્થિતિને શાંત કરવા પોલીસે ટીયરગેસ છોડવા સહિતની તજવીજ હાથ ધરી હતી.
source: divyabhaskar