અક્કલ…..

  • શિક્ષક અને ચંપક

    શિક્ષક - ચંપક... બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
    ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

મોરબી: પરિણીતા 2 પુત્રીઓ સાથે સળગી, ફરાર પતિ-સસરા સામે શંકાની સોય

201719May
મોરબી: પરિણીતા 2 પુત્રીઓ સાથે સળગી, ફરાર પતિ-સસરા સામે શંકાની સોય

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી વાડીમાં આજે સવારે પરિણીતા તેની બે પુત્રી સાથે સળગી ઉઠી હતી. જેમાં માતા અને એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે એક પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરંતુ સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. પતિ અને સસરા બન્ને ફરાર હોય ઘટના શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિણીતાએ આપઘાત કર્યો છે કે પછી પતિ અને સસરાએ ત્રણેયને સળગાવી છે. બનાવને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ દિશામાં તપાસ હાથ ધરી છે.

માતા અને 13 દિવસની પુત્રીના મોત, સાડા ત્રણ વર્ષની પુત્રી સારવારમાં પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી મોર ભગતની વાડીમાં રહેતા શીતલબેન દયારામ નામની પરિણીતાને સંતાનમાં એક જીંકલ નામની સાડા ત્રણ વર્ષની દીકરી છે.

તેમજ 13 દિવસ પહેલા બીજી દીકરીનો જન્મ થયો હતો. આજે સવારે માતા શીતલ, તેની સાડા ત્રણ વર્ષની દીકરી જીંકલ અને 13 દિવસની બીજી દીકરી ત્રણેય સળગી ઉઠી હતી. જેમાં શીતલબેન અને તેની 13 વર્ષની દીકરીનું મોત નિપજ્યું હતું.

જ્યારે જીંકલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. પરંતુ સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. પ્રથમ તો આ બનાવ આપઘાતનો હોય તેવું જણાયું હતું પરંતુ સ્થળ પર પતિ દયારામ અને સસરા બન્ને ફરાર જણાતા શંકાસ્પદ ઘટના જોવા મળી રહી છે.

બીજી દિકરીનો જન્મ થતાં પતિ-સસરાએ સળગાવી હોવાની શંકા શીતલબેનને સંતાનમાં એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થયો હોવાથી તેના જ પતિ અને સસરાએ ત્રણેયને આગ લગાવી સળગાવી દીધા હોવાનું ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે.

મોરબી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. સસરાએ વેવાઈને ફોન કર્યો હોવાનો ખુલાસો માતા અને બે પુત્રીઓને જીવતી સળગાવી દીધા બાદ પરિણીતાના પિતાને ભાઈ ઘર પર દોડી આવ્યા હતા.

જેમાં મૃતક પરિણીતાના પિતાએ એમ પણ જણાવ્યું હતું કે સસરાએ ફોન કરીને જાણ કરી હતી કે તમારી દીકરીએ સારું કામ કર્યું છે. જેથી સાસરીયાઓએ સળગાવી હોવાની આશંકા જન્મી હતી. તેમજ માતા અને પુત્રી બાંધેલી અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યાંથી કેરોસીનના ડબલા પણ મળી આવ્યા છે.

 

source: divyabhaskar

મોરબી/Morbi,ગુનો/Crime,View : 346

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown