મોરબી: ચેન સ્નેચરે પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

201728Apr
મોરબી: ચેન સ્નેચરે પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના પોલીસ મથકમાં ગઇકાલે ચેન સ્નેચરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે એ ડીવીઝન પોલીસે આપઘાત અંગેનો ગુન્હો નોધી વધુ તપાસ ચલાવી છે.

26 એપ્રિલના રોજ આ આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ ગઇકાલે તેને આપઘાતનું પગલું ભર્યું હતું. હાજરી માસ્તરના રૂમને અંદરથી બંધ કરીને ચાદર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડીવીઝન પોલીસે 26 એપ્રિલે પેટ્રોલિંગ દરમિયાન નવા બસ સ્ટેન્ડ નજીકથી શંકાસ્પદ ઇસમ નરેન્દ્ર ઉર્ફે સોમો પુનાભાઈ પરમાર (ઉ.વ.૩૦) રહે.

રામપુર જીલ્લો આણંદ વાળાની અટકાયત કરીને પોલીસમથકે લાવ્યા હતા. જેને લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. ગઇકાલે લોકઅપની સફાઈ માટે આરોપીઓને બહાર કાઢવામાં આવ્યા તે સમયે પીએસઓ રૂમની નજીક આવેલા હાજરી માસ્તરના રૂમને અંદરથી બંધ કરી લઇ ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જો કે આરોપીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી. શું કહ્યું ડીવાયએસપીએ આ મામલે ડીવાયએસપી જે.એચ.ઝાલાએ જણાવ્યું હતું કે.

આ ઇસમ શંકાસ્પદ જણાતા નવા બસ સ્ટેન્ડ નજીક લોકોએ પકડીને થોડોક મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોપવામાં આવ્યો હતો. જે આરોપીને આજે લોકઅપ સફાઈ સમયે બહાર કાઢ્યો હતો જે હાજરી માસ્તરના રૂમને અંદરથી બંધ કરીને ચાદર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આરોપી છેલ્લા કેટલાક સમયથી રફાળેશ્વર નજીક રહીને મજૂરી કરતો હોવાની માહિતી પણ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ હતી. આરોપીના આપઘાતને પગલે તેના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો. તેમજ આપઘાતની તપાસ માટે એફએસએલની ટીમ મોરબી આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

 

source: divyabhaskar

મોરબી/Morbi,ગુનો/Crime,View : 820

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે.