અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

મોનસૂન વેડિંગમાં કરો મજાનો મેકઅપ

201623Aug
મોનસૂન વેડિંગમાં કરો મજાનો મેકઅપ

દરેક દુલહનની ઈચ્છા હોય છે કે લગ્નના દિવસે તે કોઈ અપ્સરાની જેવી સુંદર દેખાય જેથી પતિની નજર એના ચહેરા પરથી હટી જ ન શકે. અરે! આ જ તો એ દિવસ છે જેના માટે દરેક યુવતી મોટા અરમાનો સાથે સપનાંઓ ગૂંથે છે.

પણ આ દિવસે તે કેટલી ગોર્જિયસ દેખાશે, તે ડિપેન્ડ કરે છે મેકઅપ પર. બ્રાઈડલ મેકઅપ માટે પહેલેથી જ તૈયારીઓ શરૃ થઈ જાય છે. લગ્નના દિવસે કેમેરા ફક્ત દુલ્હન પર જ કેન્દ્રિત હોય છે.

એ દિવસે કન્યાને એવો મેકઅપ હોય છે, જે તેણે પોતાના અપરિણીત જીવનમાં ક્યારેય કર્યો નથી હોતો. એટલા માટે બ્રાઈડલ મેકઅપ ખૂબ ખાસ હોય છે. દુલહન તરીકે તે કેવી દેખાશે, એનો ખૂબ ક્રેઝ હોય છે, પરંતુ એ જરૃરી છે કે મેકઅપ એવો હોવો જોઈએ, જે દુલહનના રૃપમાં ચાર ચાંદ લગાવી દે અને તે ત્યારે જ શક્ય બની શકે, જ્યારે મેકઅપ હશે મોસમ અનુસાર.

હકીકતમાં આપણી ત્વચા મોસમને અનુરૃપ સારસંભાળ માગે છે, જેમ કે ઠંડીમાં કોલ્ડક્રીમ લગાવવામાં આવે છે, તો ગરમીમાં સનસ્ક્રીન લોશન. જ્યારે રોજિંદા જીવનની વસ્તુઓમાં ફેરપાર કરવામાં આવે છે, તો એવામાં બ્રાઈડલ મેકઅપ બદલાતા મોસમને અનુરૃપ હોવો ખૂબ મહત્ત્વનું બની જાય છે. થોડીક નિષ્કાળજી જિંદગીનો આ સૌથી સુંદર દિવસ અધૂરાપણું છોડી જાય છે.

source: gujaratsamachar

અન્ય/Other,View : 1653

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale