અક્કલ…..

  • બાપુ ગયા બેંક

    મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
    બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

મોદી સામે તમામ ધોવાયા પણ એ ઉમેદવારે આપી હતી કાંટાની ટક્કર

201728Oct
મોદી સામે તમામ ધોવાયા પણ એ ઉમેદવારે આપી હતી કાંટાની ટક્કર

કચ્છ ભૂકંપ બાદ કેશુભાઈ પટેલ સરકારની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઊભા થતા અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતની ધૂરા સંભાળવા મોકલ્યા હતા.

હંમેશા બીજેપીની રણનીતિકાર તરીકેની ભૂમિકામાં રહેલા મોદી જીવનમાં કોઈપણ ચૂંટણી લડ્યા વગર સીધા મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા હતા.

નિયમ મુજબ તેમણે સત્તારૂઢ થયા બાદ 6 મહિનામાં ધારાસભ્ય બનવું જરૂરી હતું. તે માટે મોદીએ બીજેપી માટે સૌથી સલમાત બેઠક મનાતી રાજકોટ-2 પર પસંદગી ઉતારી હતી. તેથી સીટિંગ ધારાસભ્ય વજુભાઈ વાળાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. મોદી માટે ચૂંટણી લડવાનો આ પહેલો અનુભવ હતો.

રાજકોટ-2 બેઠકની પેટાચૂંટણીથી મોદીના જીવનનો નવો અધ્યાય શરૂ થયો હતો. મોદીએ લડેલી તમામ ચૂંટણીમાં કોના સામે થઈ કાંટાની ટક્કર? 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ-2 બેઠક પર વજુભાઈ વાળાએ પોતાના પ્રતિસ્પર્ધી આરજેપીના કાશ્મીરાબેન નથવાણીને 28,000થી વધુ વોટના માર્જિનથી હરાવ્યા હતા.

આજ બેઠક માટે જ્યારે 2002માં પેટાચૂંટણી યોજાઈ તો મોદી સામે કોંગ્રેસના અશ્વિન મહેતા ઉમેદવાર હતા. મોદીના જીવનની આ ચૂંટણી સાચા અર્થમાં એક પડકારરૂપ બની રહી.

1998ની ચૂંટણીની તુલનામાં મોદી માત્ર 14,728 મતોની સરસાઈથી અશ્વિન મહેતાને હરાવવામાં સફળ રહ્યા. ત્યારબાદ ડિસેમ્બર 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મોદીએ રાજકોટ-2ના બદલે અમદાવાદની મણીનગર બેઠકને વધુ સુરક્ષિત માની.

આમ મોદીએ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મણીનગરથી જ પોતાનું ભાગ્ય અજમાવ્યું. પરંતુ આ ત્રણેય ચૂંટણીમાં મોદીને અશ્વિન મહેતા જેવો પડકાર આપવામાં તમામ ઉમેદવારો ઉણા ઉતર્યા.

સિટિઝન બેન્કના સુપ્રિમો અશ્વિન મહેતા હતા પ્રખર કોંગ્રેસી નરેન્દ્ર મોદી સામે રાજકોટમાં ચૂંટણી લડનાર અશ્વિન મહેતા કોંગ્રેસના પ્રખર હિમાયતી હતા. તેમનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. તેઓ સિટીઝન બેન્કના સુપ્રિમો હતા. સ્વભાવે શાંત અને સરળ અને સૌમ્ય હતા.

બેંન્કિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અને લોકોમાં માન પાન ધરાવતા હતા. 21 ફેબ્રુઆરી 2002ના રોજ યોજાયેલી ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન થયું અને 24મીએ મતગણતરી બાદ પરિણામ જાહેર થયું.

કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન નરભેશંકર મહેતા સામે નરેન્દ્ર મોદી 14,728 મતોની સરસાઈથી જીતી ગયા અને બાકીના ઓગણીસ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. યતીન ઓઝા, દિનશા પટેલથી લઈને શ્વેતા ભટ્ટ, મોદી સામે તમામ ધોવાયા ગોધરા તોફાનો બાદ યોજાયેલી 2002ની વિધાનસભા ચૂંટણીમાં મણીનગર બેઠક પર મોદી સામે કોંગ્રેસે યતીન ઓઝાને ઉતાર્યા હતા.

2007ની ચૂંટણીમાં મોદી સામે કોંગ્રેસે સિનિયર નેતા દિનશા પટેલની બાજી ખેલી હતી અને 2012ની ચૂંટણીમાં મોદી સરકાર સામે પડેલા આઈપીએસ સંજીવ ભટ્ટની પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી હતી. પરંતુ ત્રણેય ચૂંટણીમાં મોદીના વિજયરથને રોકવામાં કોંગ્રી ઉમેદવારો સદંતર નિષ્ફળ રહ્યા હતા અને ચૂંટણી જાણે એક તરફી જ રહી હતી.

લોકસભા ચૂંટણીમાં કેજરીવાલ અને મધૂસુદન મિસ્ત્રીને મોટા માર્જિનથી હરાવ્યા 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદી એક સાથે બે બેઠકો, ગુજરાતના વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસી પરથી ચૂંટણી લડ્યા.

વડોદરા બેઠકમાં તેમની સાથે કોંગ્રેસના થિંક ટેન્ક મનાતા પીઢ નેતા મધૂસુદન મિસ્ત્રી હતા જ્યારે વારાણસીમાં મોદીને ઓપન ચેલેન્જ આપી હતી આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે. પરંતુ મોદી વેવનો જુવાળ એવો પ્રચંડ હતો કે મિસ્ત્રી અને કેજરીવાલ તેમાં ટકી ન શક્યા.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,રાજકોટ/Rajkot,વડોદરા/Vadodara,View : 174

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે પોતાની જાત ઉપર હસી શકે છે તેને કોઈ રડાવી શકતું નથી.ચિરાગ મણવર