અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

મોતના કૂવામાં ચાલુ કારમાંથી યુવતી ફંગોળાઈને નીચે પડી, live દ્રશ્યો

201716Aug
મોતના કૂવામાં ચાલુ કારમાંથી યુવતી ફંગોળાઈને નીચે પડી, live દ્રશ્યો

ગોંડલના પેલેસ રોડ પર છેલ્લા પાંચ દિવસથી રજવાડી મેળો ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોજ મેળાનો આનંદ લઇ રહ્યા છે. ગઇકાલે જન્માષ્ટમીનો તહેવાર હોય મોડી રાત સુધી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મેળામાં મોતના કૂવામાં બે બાઇક અને બે કાર ચાલક દ્વારા સ્ટંટ કરવામાં આવે છે.

ગઇકાલે રાત્રે મોતના કૂવામાં ચાલુ કારમાંથી સ્ટંટ કરી રહેલી યુવતીને ચક્કર આવતા નીચે પડી હતી. આથી મેળો નિહાળનાર લોકોમાં ડર વ્યાપી ગયો હતો.

યુવતીને સામાન્ય ઇજા થતા તાત્કાલિક ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં યુવતીની તબીયત સ્વસ્થ હોવાથી રજા આપી દેવામાં આવી હતી.

કેવી રીતે બની દુર્ઘઘટના? મોતના કૂવામાં બે કાર અને બે બાઇક ચાલક દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા. જેમાં એક કારમાં સ્ટંટ કરતી યુવતીને ચક્કર આવતા તે નીચે પડી હતી. આથી સંચાલક દોડી ગયા હતા.

નીચે પણ એક કાર ચાલી રહી હતી. પરંતુ સદનસીબે ચાલકે સમય સુચકતા વાપરી બ્રેક મારી દીધી હતી. યુવતી થોડીવાર માટે તો તરફડિયા મારતી હતી.

પરંતુ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તબીયત સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી. આજે ફરી ગોંડલના લોકમેળામાં મોતના કૂવામાં ચાલુ ગાડીમાંથી સ્ટંટમેન પડ્યો ગઇકાલે રાત્રે રજવાડી મેળામાં યુવતી ચાલુ કારમાંથી નીચે પટકાઇ હતી.

ત્યારે ફરી આજે ગોંડલના કોલેજ ચોકમાં ચાલી રહેલા લોકમેળામાં મોતના કૂવામાં ચાલુ ગાડીમાંથી સ્ટંટમેન નીચે પટકાયો હતો. તેને ઇજા પહોંચતા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

source: divyabhaskar

ગોંડલ/Gondal,અક્સમાત/Accident,View : 109

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે.