મોડાસામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ર૧ મકાનમાં ચોરી

201606Nov
મોડાસામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ર૧ મકાનમાં ચોરી

વેકેશનને કારણે લોકો મકાનો બંધ કરી પ્રવાસ કે વતનમાં જાય છે.આ સમયે તસ્કરોને ચોરી કરવા ખુલ્લુ મેદાન મળી જતુ હોય તેમ જિલ્લામાં ઠેર ઠેર ચોરીઓના બનાવ બની રહ્યા છે.જોકે મોડાસામાં શનિવારની રાત્રે તસ્કરોના ધાડાં જ ઉતરી પડયા હોય તેમ એક સાથે ર૧ મકાનોના તાળા તોડયા હતા.શહેરના મેઘરજ રોડ ઉપર આવેલ બે સોસાયટીઓમાં ઉતરી આવેલા તસ્કરોએ બંધ મકાનોના તાળા તોડી રોકડ રૃપિયા,સોના-ચાંદીના દાગીના તથા જે કંઈ હાથ લાગ્યુ તેની ચોરી કરી લીધી હતી.શહેરમાં સાગમટે થયેલ ચોરીઓના કારણે લોકો ફફડી ઉઠયા છે.સાથે પોલીસ પણ ર૧ મકાનોના તાળાં તૂટતાં સ્તબ્ધ બની ગઈ છે.

મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલ ઉત્સવવેલી ટાઉનશીપ તથા રાધે ટાઉનશીપમાં શનિવારે રાત્રે તસ્કરોના ધાડાં ઉતરી પડયા હતા અને એક જ રાતમાં આ બંને સોસાયટીઓમાં ર૧ મકાનોમાં ચોરી થઈ હતી.મોટા ભાગના લોકો દિવાળીના તહેવારને કારણે વતનમાં કે પ્રવાસ ગયા હતા.

આ સમયનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનોમાં ચોરી કરી હતી.તમામ મકાનોમાં એક સરખી રીતથી નકૂચા અને તાળાં તોડયા હતા,બાદમાં તસ્કરોએ તિજોરીઓ,કબાટ તોડી નાંખી અંદર રખાયેલ સોના અને ચાંદીના દાગીના અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી.રાત્રે ઉતરી પડેલા તસ્કરોએ ઉત્સવવેલીમાં ૧૭ મકાનોને નિશાન બનાવ્યા હતા.

આ રેસીડેન્સીમાં જેટલા પણ બંધ મકાન હતા તેમાંથી મોટા ભાગના મકાનોના તાળા તોડી ચોરી કરી હતી. સવારે લોકોએ બંધ મકાનોના તાળાં તૂટેલા જોતા તપાસ કરી હતી.દરમિયાન એક બાદ એક ૧૭ મકાનોમાં ચોરી થયાનુ જણાતાં મકાન માલિકો અને પોલીસને જાણ કરાઈ હતી.જેના પગલે મોડાસા રૃરલ પોલીસે તસાસ શરૃ કરી દીધી છે.આ જ રીતે રાધે રેસીડેન્સીમાં પણ ચાર મકાનોમાં ચોરી થઈ હતી.આ ચારેય મકાનોમાંથી પણ તસ્કરોએ માલસામાન રફેદફે કરી જે હાથ લાગ્યુ તે ઉઠાવી લીધુ હતુ.શહેરમાં એક જ રાતમાં આટલા મોટા પાયે ચોરીઓ થતાં લોકો ફફડી ઉઠયા છે.

સાથે પોલીસ પણ તસ્કરોના તરખાટથી હેબતાઈ ગઈ હતી. પોલીસના ચોપડે ૯૦ હજારની ચોરી નોંધાઈ એક જ રાતમાં ર૧ જગ્યાએ ચોરી થતાં પોલીસની આબરૃના ધજાગરા થઈ ગયા છે.દરમિયાન મોડાસા રૃરલ પોલીસે તમામ જગ્યાએથી મળી ૪૦ હજાર રોકડા તથા પ૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધ્યો છે.અને તસ્કર ટોળકીને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.

જો કે બહાર ગયેલા મકાન માલિકો આવ્યા બાદ જ ચોરીનો સાચો આંકડો બહાર આવી શકે છે. ૧૦થી વધુ તસ્કરોની ટોળકી હોવાની આશંકા એક જ સોસાયટીમાં ૧૭ મકાનોના તાળા તૂટતાં તસ્કરોની ટોળકી ૧૦થી વધુની હોવાની મનાય છે.બીજી બાજુ અગાઉથી રેકી કર્યા બાદ તસ્કરોએ બંધ મકાનોને જ નિશાન બનાવ્યા હતા.

જેથી આખી ટોળકીએ ઉતરી પડી બે થી ત્રણ કલાકમાં ચોરીને અંજામ આપી દીધો હશે તેમ માનવામાં આવી રહ્યુ છે. લોકો ઉંઘતા રહ્યા અને તસ્કરો બેફામ બન્યા ઉત્સવવેલી સોસાયટીમાં સાગમટે ચોરી થઈ હતી જોકે આ સોસાયટીમાં બાજુના મકાનમાં રહેનારને પણ ચોરીની ગંધ આવી ન હતી.તસ્કરોની આખી ટોળકી ઉતરી પડવા છતાં લોકો ઉંઘતા રહ્યા હતા અને તસ્કરોએ બેફામ ચોરી કરી હતી.રાધે સોસાયટીમાં તો દેશની રક્ષા કરી રહેલ જવાનના ઘરને પણ છોડયુ ન હતુ અને સોનાનો સેટ,ર૦ હજાર રોકડા સહિતની ચોરી કરી હતી.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 318

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.