અક્કલ…..

  • શાદી…

    એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

    તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

     

     

મોડાસામાંથી છોટા શકીલ ગેંગને મદદ કરનાર આઠ વર્ષથી વોન્ટેડની ધરપકડ

201620Dec
મોડાસામાંથી છોટા શકીલ ગેંગને મદદ કરનાર આઠ વર્ષથી વોન્ટેડની ધરપકડ

અંડરવર્લ્ડના કુખ્યાત છોટા શકીલ ગેંગનો એક ગેંગસ્ટર દુબઈ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે આઠ વર્ષ પહેલાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. આ આરોપીની તપાસ દરમિયાન તેની પાસેથી મળી આવેલ પાસપોર્ટમાં મોડાસા ચાંદ ટેકરીના એક શખ્શના દસ્તાવેજોનો ઉપયોગ થયાનું બહાર આવ્યુ હતું.

દરમિયાન ગેંગસ્ટરને નકલી પાસપોર્ટ બનાવવા માટે મદદ કરનાર મોડાસાનો આ આરોપી છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો હતો તેને અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કર્યો હતો.

છોટા શકીલ ગેંગનો ગેંગસ્ટર મહંમદ ઝુબેર ઉર્ફે તબરેજ ઉર્ફે જુગ્નુ કાસમ શેખ ૨૦૦૮માં અમદાવાદ નરોડા પાટીયા પાસેથી ઝડપાઈ ગયો હતો. આ શખ્શ દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૩૧-૪-૨૦૦૮ના રોજ તેની ધરપકડ કરી લીધી હતી.

મહંમદ ઝુબેરની પુછપરછ કરી તપાસ હાથ ધરતાં તેના પાસેથી ત્રણ નકલી પાનકાર્ડ મળી આવ્યા હતા. તેમજ પાસપોર્ટ મળી આવ્યો હતો. આ પાસપોર્ટમાં તેનો ફોટો લગાવેલો હતો પરંતુ તેની સહી એફ.એલ.મુલતાની કરવામાં આવી હતી.

દરમિયાન ક્રાઈમબ્રાન્ચે તેની સઘન પુછપરછ કરતાં પાસપોર્ટ આખો નકલી હોવાનું બહાર આવ્યુ હતું. મોડાસાના ચાંદટેકરી ખાતે રહેતા કરીમ મુલતાનીની મદદથી તેણે ફકીર મહંમદ નાથુભાઈ મુલતાનીના નામના દસ્તાવેજો મેળવ્યા હતા અને તેના આધારે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.

આ પાસપોર્ટના આધારે અનેક ગુના આચરી તે દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે તેની ધરપકડ કરી લેવાઈ હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહંમદ ઝુબેર સહિત મોડાસા કરીમ મુલતાની સામે ગુનો નોંધ્યો હતો.

જો કે કરીમ નાથુભાઈ મુલતાની (રહે.ચાંદટેકરી, મોડાસા) છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો હતો. અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ સી.ડી.વણઝારા તથા સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી કરીમ મુલતાનીને ઝડપી લીધો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ આરોપી સુપ્રત કરવામાં આવ્યો હતો.

ગેંગસ્ટર પણ મોડાસામાં રહી ચુક્યો છે છોટા શકીલનો ગેંગસ્ટર મહંમદ ઝુબેર ઉર્ફે તબરેજ ઉર્ફે જુગ્નુ મોડાસા ખાતે આવેલી શાહીકોટ મસ્જિદ નજીકના મકાનમાં રહી ચુકેલો છે.

આ ગેંગસ્ટરે છોટા શકીલની ગેંગમાં જોડાઈ દિલ્હી મુંબઈમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હતો. ગુનાઓ આચર્યા બાદ આ આરોપી પણ છોટા શકીલની જેમ દુબઈ ભાગવાની તૈયારીમાં હતો તે સમયે મોડાસાના ચાંદ ટેકરી ખાતેથી તેને નકલી પાસપોર્ટ બનાવવા માટે દસ્તાવેજો પુરા પાડવામાં આવ્યા હતા.

કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી મોડાસા ચાંદ ટેકરીના કરીમ નાથુભાઈ મુલતાની સામે નકલી પાસપોર્ટ નંબર જી-૬૧-૧૪૭૯ બનાવવામાં મદદગારી કરવા બદલ ઈપીકો કલમ ૧૨૦બી, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ભારતીય પાસપોર્ટ એક્ટ ૧૨ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ આરોપીને ઝડપી લેવા માટે અવાર નવાર ક્રાઈમબ્રાન્ચની ટીમ મોડાસા ખાતે પણ આવી હતી.પરંતુ પોલીસને તે હાથતાળી આપી નાસતો ફરતો હતો. દરમિયાન આઠ વર્ષ બાદ આ આરોપીની ધરપકડ થઈ હતી.

૧૫ દિવસથી એલસીબીએ વોચ ગોઠવી હતી ચાંદટેકરીના કરીમ મુલતાનીને ઝડપી લેવા માટે છેલ્લા ૧૫ દિવસથી અરવલ્લી એલસીબીએ વોચ ગોઠવી હતી અને આખરે ૮ વર્ષથી નાસતા ફરતા આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. સોમવારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મોડાસા ખાતે આવી આરોપીને લઈ ગઈ હતી.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,View : 262

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે.