મોડાસામં ગઢા ગામની યુવતીની એકતરફી પ્રેમમાં પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાંખી છે. યુવતી તેના દાદા સાથે રહેતી હતી અને રાજેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતી હતી.
સગીરાના દાદએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં ડેટીના સ્ટેટ રીઝર્વ પોલીસ દળમાં ફરજ બજાવતા લાલસિંહ ચૌહાણની પુત્રી ગૌરી રાજેન્દ્દનગરની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાથી તે હિમતપુર(ગઢા) ગામે દાદા જવાનસિંહ ચૌહાણની સાથે જ રહેતી હતી.
યુવકે ઘમકી આપતા કહ્યું હતું કે, તે મારી નહી થાય તો કોઇની નહી થવા દઉં. એક તરફી પ્રેમમાં પાગલ યુવક એક વર્ષથી કરતો હતો હેરાન યુવતીના ગામમાં રહેતો ભાવેશ કનુભાઈ પરમાર નામનો યુવક તે ગૌરીના એક તરફી પ્રેમમાં હતો. આ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થઈ જતાં તેણે આવું અવિચારી કૃત્ય કરવાનું નક્કી કરી લીધું.
મંગળવારે વહેલી સવારમાં ભાવેશ પરમાર ગૌરીના ઘરમાં ઘુસી દુપટ્ટાથી ખાટલામાં સુતેલી ગૌરીને ગળાટૂંપો આપી દીધો હતો.
ગૌરીની ચીસથી તેની માતા અને દાદા જવાનસિંહ ત્યાં દોડી આવ્યા અને બુમાબુમ કરી એટલે ભાવેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ગૌરીને તરત જ તેઓ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.
મૃતકના દાદાએ તેણે અનેક વાર ઠપકો આપ્યો મૃતકના દાદા જવાનસિંહએ જણાવ્યું હતું કે ભાવેશ પરમાર મારી પૌત્રીને એક વર્ષથી હેરાન કરતો હતો. જેને અનેકવાર કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો.
ગૌરીના બીજે લગ્ન થવાથી તે બેબાકળો થયો હતો અને કહ્યું હતું કે હું ગૌરીના લગ્ન બીજે નહીં થવા દઉં. જો તે મારી નહીં થાય તો બીજા કોઈની નહીં થાય.
source: sandesh