મેહુલો મનમુકીને વરસ્યો, ઉ.ગુ.માં 72 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

201728Jun
મેહુલો મનમુકીને વરસ્યો, ઉ.ગુ.માં 72 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર રાજ્યમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર જારી રહી હતી. ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મહેસાણાના સતલાસણામાં પોણા ચાર ઈંચ, કઠલાલમાં3 ઈંચ, ઉપલેટા, ભાયાવદર અને જામકંડોરણામાં 2.5 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતાં. મહેસાણા, વડનગર અને ઊંઝા પંથકમાં 1-1 ઇંચ વરસાદ મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ઓછોવતો સાર્વત્રીક વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે.

સોમવાર રાત્રીથી વાવાઝોડા સાથે શરૂ થયેલા વરસાદ બાદ સતલાસણા તાલુકામાં સૌથી વધુ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે કડી, મહેસાણા, વડનગર અને ઊંઝા પંથકમાં 1-1ઇંચ, વિસનગરમાં 11 મીમી, જોટાણા 4 મીમી અને વિજાપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વાવણીલાયક વરસાદ થતાં ધરતીપૂત્રો ખુશ થઈ ગયા હતા. દાંતીવાડાના ગાંગુવાડા, હરિયાવાડામાં ભારે પવનને કારણે પતરાં ઊડી ગયા હતા.

ખેડાના કઠલાલમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળે ઝાપટાં ચાલુ રહ્યા હતા.પાટડીના ખારાઘોડા ખારાધોઢા – ઓડુ વચ્ચે વૃક્ષ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિ દાઝ્યા હતા. મધ્યગુજરાતમાં અનેક સ્થળે ઝાપટા ચાલુ રહ્યા હતા. દાહોદના ફતેપુરામાં દોઢ કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ખેડા જિલ્લાના કઠલાલમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકામાં1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં બપોરે અડધા કલાકમાં 1.25 ઈંચ વરસાદ ખાબક્તાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. બાલાસિનોરમાં વિજળી પડતા માતા-પુત્રી દાઝ્યા હતા, જ્યારે અનારામાં 13 બકરાનાં મોત થયા હતા.

 

source: divyabhaskar

મહેસાણા/Mehsana,આણંદ/Anand,ખેડા/Kheda,બનાસકાંઠા/Banaskantha,સુરેન્દ્રનગર/Surendranagar,View : 772

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેણે આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેણે સુખ કહેવાય.