અક્કલ…..

 • ટીચર

   ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

  પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

મેરીટ વગરનાં વિદ્યાસહાયકોને ભ્રષ્ટાચાર કરી નોકરી અપાઇ

201723Mar
મેરીટ વગરનાં વિદ્યાસહાયકોને ભ્રષ્ટાચાર કરી નોકરી અપાઇ

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં કોંગ્રેસે ધડાકો કર્યો હતો કે મેરીટ વગરનાં વિદ્યાસહાયકોને ભ્રષ્ટાચાર આચરીને નોકરી આપી દેવાઇ છે. એટલું જ નહીં, ખોટા પ્રમાણપત્રો અને ખોટી માર્કશીટો બનાવીને ઘણાએ નોકરી મેળવી લીધી છે.

વિદ્યાસહાયકોની ભરતીમાં વ્યાપક ગોટાળા થયા છે. કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગૃહમાં જણાવ્યું હતું કે, જો સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી ગઇ હોય તો પછી ભાજપનાં મંત્રીઓ તેમના બાળકોને શા માટે ખાનગી શાળામાં ભણાવે છે ? શાળાઓમાં શિક્ષકો પાસેથી શૌચાલયો ગણાવવા જેવી કામગીરી કરાવવામાં આવે છે. જેને કારણે ગુણવત્તા સુધરતી નથી.

ઉપરાંત લાયકાત વગરનાં શિક્ષકોને (વિદ્યાસહાયકો) ભ્રષ્ટાચાર કરીને નોકરીમાં લીધા હોવાથી સ્થિતિ વધુ બગડી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની તપાસ સમિતિએ જ પોતાનાં રીપોર્ટમાં આવું જણાવ્યું છે.

શિક્ષકોની ભરતીની જેટલી જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવે તેટલી ભરવી જોઇએ. નોકરીમાં હોય તે જ પસંદગીનો જિલ્લો મેળવે તેને નવી નોકરી ન કહેવાય. બાળકોને ભણાવનારા શિક્ષકો - પ્રોફેસરો અને આચાર્યોની અસંખ્ય જગ્યા ગુજરાતમાં ખાલી છે.

જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભણ્યા હતા તે ભાવનગરની કોલેજમાં વર્ષોથી આચાર્ય જ નથી..!!! જ્યારે સ્ત્રી કેળવણી મંડલ સંચાલિત એસએનડીટીની ભાવનગરની કોલેજની વિદ્યાર્થિનીઓને વિદ્યાસહાયક માટે યોગ્ય ન ગણવાનો સરકારનો નિર્ણય પણ અન્યાયકારી છે.

કર્મચારીઓમાં ભાગલા પાડો અને રાજ કરો એવી સરકારની નીતિ છે. ફિક્સ પગારનાં ૨૦૦૬ પહેલાના કર્મચારીઓને શા માટે લાભથી વંચિત રખાયા છે.

કોંગ્રેસના આક્ષેપ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે વચ્ચે જ ઊભા થઇ કહ્યું હતું કે તમે જે આક્ષેપો કરો છો તેના પુરાવા આપવા પડશે. કોંગ્રેસે કહ્યું કે તેઓ તમામ પુરાવા આપવા તૈયાર છે.

 

source: gujaratsamachar

ગુનો/Crime,શિક્ષણ/Education,ભાવનગર/Bhavnagar,View : 386

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.