અક્કલ…..

  • મચ્છર

    મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
    મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

મેઘાને ગમ્યું રાજકોટ, રાજકોટીયન્સ મીઠી નિદ્રામાં ને બે ઇંચ વરસાદ

201728Jul
મેઘાને ગમ્યું રાજકોટ, રાજકોટીયન્સ મીઠી નિદ્રામાં ને બે ઇંચ વરસાદ

રાજકોટ આ વર્ષે મેઘરાજાને રાજકોટ શહેર અતિ ગમી ગયું છે. 15 દિવસ પહેલાં રાજકોટમાં મુકામ કર્યો અને હજુ સુધી મેઘરાજા જવાનું નામ લેતા નથી. બુધવારે રાત્રે રાજકોટીયન્સ ઠંડા વાતાવરણમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે રાત્રે પોણા બે વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે ગુરુવારની વહેલી સવારે 6:00 વાગ્યા સુધી ધીમીધારે વરસતો રહ્યો હતો.

બે કલાકના વિરામ બાદ 9:00 વાગ્યે ફરી વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને સાંજના 6:00 વાગ્યા સુધી સમયાંતરે ઝાપટાં પડતા રહ્યા હતા. બુધવાર રાતથી ગુરુવાર સાંજ સુધીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું . 72 કલાક હજુ ભારે વરસાદની સંભાવના રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 72 કલાક સુધીમાં મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેમ છે.

ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી સોમવાર સુધી આકાશ સ્વચ્છ થવાની કોઇપણ સંભાવના નથી ત્યારે સૂર્યનારાયણ આગામી મંગળવારે દર્શન દે તેવી શક્યતા છે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,View : 131

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.