મેકસિકોના આખાતમાં ૩૦ હજારો ફુટ ઉપર વિમાનના એન્જિનમાં ભંગાણઃ ઇમર્જન્સી લેન્ડિંગ

201629Aug
મેકસિકોના આખાતમાં ૩૦ હજારો ફુટ ઉપર વિમાનના એન્જિનમાં ભંગાણઃ ઇમર્જન્સી લેન્ડિંગ

 - પાયલોટે સ્વાસ્થતા જાળવીને વિમાનને સફળતાપૂર્વક ઉતાર્યું

- અમેરિકામાં વિમાનની મોટી દૂર્ઘટના ટળી, સો ઉપરાંત મુસાફરોનો અદભૂત બચાવ

ન્યુયોર્ક, તા.૨૮
મેકસિકોના આખાતમાં હજારો ફુટ ઉપર અમેરિકાની સાઉથવેસ્ટ એરલાઇનના વિમાનના મશીનનો એક ભાગ તૂટી જતાં મુસાફરોએ ચિંતાતુર ક્ષણોનો સામનો કરવો પડયો હતો અને વિમાનને અંતે ઇમર્જન્સી ઉતરાણ કરવાની ફરજ પડી હતી. ન્યુ ઓર્લિયન્સથી ઓરલાન્ડો, ફલોરિડા જઇ રહેલા સાઉથવેસ્ટ એરલાઇનના વિમાનના મશીનનો એક ભાગ મેકસિકોના આખાત ઉપર પડી જતાં એને પેન્સાકોલા ખાતે ફરજીયાત ઉતરાણ કરવું પડયું હતું.

શનિવારે સવારે ૯-૨૦ મિનિટે ફલાઇટ ૩૪૭૨ના મુસાફરોએ ૩૦,૭૦૦ ફુટની ઊંચાઇએ વિમાનની ડાબી બાજુએ મોટો વિસ્ફોટ સાંભળ્યો હતો જેના કારણે તેઓ ગભરાઇ ગયા હતા. જ્યારે તેમણે વિન્ડો બહાર જોયું તો ટર્બાઇન બ્લેટઝમાંથી ધુમાડો નીકળતો હતો. ' અચાનક જ મારી સીટની પાસેની બારી તરફ મોટો વિસ્ફોટ સભળાયો હતો અને ત્યાર પછી વિમાન હોલમડોલમ થવા લાગ્યો હતો' એમ એક મુસાફર ટામી રિચાર્ડસે કહ્યું હતું. એન્જિનનો એક ભાગ નીચે પડી રહ્યો હતો એમ વિમાનની બારીમાંથી લેવામાં આવેલા ફોટોઓમાંથી જાણવા મળ્યું હતું.

' વિમાનના એક નંબર એન્જિનનો ભાગ તુટી પડતાં ફલાઇટ ૩૪૭૨ના પાયલોટે પેનસાકોલા ખાતે સવારે ૯-૪૦ મિનિટે ઇમરજન્સી ઉતરાણ કરવા નિર્ણય કર્યો હતો. જો કે દૂર્ઘટના સિવાય વિમાને પેન્સાકોલા ખાતે સફળતા પૂર્વક ઉતરાણ કર્યું હતું' એમ એરલાઇના એક નિવેદનમાં જણાવ્યું હતું. રિચાર્ડસે કહ્યું હતું કે ૯૯ મુસાફરો અને તેમના ત્રણ બાળકો ઓકસિજનની અછતના કારણે રડી પડયા હતા. વિમાને ૨૫ મિનિટ સુધી નાટયાત્મક રીતે નીચે ઉતરવાની શરૃઆત કરી હતી.

પાયલોટ જરા પણ દબાણમાં આવ્યા નહતા. તેમણે વિમાનને હવામાં સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો હતો અને એક જ એન્જિન પર ઉડી રહેલા વિમાનને પેન્સાકોલા તરફ વાળવા નિર્ણય લીધો હતો. અંતે કોઇપણ દૂર્ઘટના સિવાય વિમાન ગ્રાઉન્ડ પર ઉતરી ગયું હતું.

Source : Gujarat Samachar

અન્ય/Other,View : 893

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.