અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

મૃતક પુત્રીને પિતાએ કહ્યું- તારા પર ગર્વ હતો અને તે જ દગો આપ્યો

201706Jul
મૃતક પુત્રીને પિતાએ કહ્યું- તારા પર ગર્વ હતો અને તે જ દગો આપ્યો

અહીં મંગળવારના રોજ એક યુવતીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકાના પરિવારનું કહેવું છે કે તેની પુત્રી ભણવામાં હોશિયાર હતી, તેઓ તેને IAS બનાવવા માગતા હતા. પરંતુ ખબર નહીં શું કામ તેણે આવું પગલું ભર્યું. પિતાને જાણ થતા તે પુત્રીની લાશને કહી રહ્યા હતા કે તારા પર ગર્વ હતો, તો તે આવું કેમ કર્યું. પોલસને કોઇ સુસાઇડ નોટ મળી નથી.

માને કહ્યું- ઉપર બાથરૂમમાં નહાવા જાઉ છું

- ઘટના કાનપુરના બર્રા ક્ષેત્રની છે. અહીં રહેતારાજકુમાર સિંહ કપડાની દુકાન ચલાવે છે. 17 વર્ષીય મોટી પુત્રી તાન્યાએ પોતાના રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

- પત્ની સંગીતાએ જણાવ્યું, 'તાન્યાએ આ વર્ષે 75 ટકા સાથે ઇંટર પાસ કર્યુ હતું. તે અભ્યાસ સાથે પિતાના બિઝનેસમાં પણ ધ્યાન આપતી હતી.' - મંગળવારના રોજ રાજકુમાર દુકાન પર હતા. હું ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહી હતી. પુત્રી બીજા માળ પર રૂમમાં હતી.

- મે તાન્યાને અવાજ આપ્યો પરંતુ તેણે કોઇ જવાબ ના આપ્યો. ઉપર ગઇ તો દરવાજો બંધ હતો. બારીમાંથી જોયું તો પુત્રી પંખાથી લટકતી હતી. - બૂમો સાંભળીને પડોશીઓ આવ્યા અને તેમણે રાજકુમાર અને પોલીસને સૂચના આપી હતી.

- સવારથી જ પુત્રી અપસેટ હતી. પરંતુ તેણે કંઇ જણાવ્યું ન હતું. મને કહીને ગઇ હતી કે ઉપર બાથરૂમમાં નહાવા જઇ રહી છું. તારા પર ગર્વ હતો, તે આવું કેમ કર્યું - તાન્યાના પિતાનું રડી-રડીને ખરાબ હાલત થઇ ગઇ હતી. મોત બાદ તે પુત્રીને ઉઠાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા

તારા પર ગર્વ હતો, તો તે આવું કેમ કર્યું.

તેઅમને બધાને દગો દીધો છે. - તેમણે જણાવ્યું કે પુત્રી મારી સાથે બધી વાતો શેર કરતી હતી, પરંતુ તેણે મારાથી કંઇક છુપાવ્યું એટલા માટે તેણે સુસાઇડ કરી લીધું. - હું તેને ભણાવીને IAS બનાવવા માગતો હતો.

એ માટે મે પૈસા પણ જમા કરવાનું શરૂ કરી દીધું હતું. વિચાર્યું હતું કે પુત્રી અમારુ નામ રોશન કરશે. - પોલીસના જણાવ્યા અનુસાર છોકરીએ સુસાઇડ કર્યું છે. કારણ સ્પષ્ટ નથી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

 

source: divyabhaskar

ગુજરાત/Gujarat,ગુનો/Crime,View : 321

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey