અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

મુંબઈ: 117 વર્ષ જૂની તૂટી પડેલી ઈમારતમાં ભોયતળિયે હતું પ્લે ગ્રુપ, મૃત્યુઆંક 34 થયો

201701Sep
મુંબઈ: 117 વર્ષ જૂની તૂટી પડેલી ઈમારતમાં ભોયતળિયે હતું પ્લે ગ્રુપ, મૃત્યુઆંક 34 થયો

મુંબઈમાં ગુરુવારે સવારે 8.25 વાગ્યે મૌલાના શૌકતઅલી માર્ગ પરની પાકમોડિયા સ્ટ્રીટ કિતાબ ઘર બોરી મહોલ્લાનું ગ્રાઉન્ડ + છ માળનું 117 વર્ષ જૂનું આરસીવાલા બિલ્ડિંગ (હુસૈની બિલ્ડિંગ)ધડાકા સાથે તૂટી પડયું હતું.

એ બિલ્ડિંગમાં 60 થી 65 માણસો ફસાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ હોનારતમાં કુલ 34 જણનાં મોત અને 15 જણ ઘાયલ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

ઘટનાની જાણ અગ્નિશમનદળને કરતાં તરત જ 10 બંબા, બે રેસ્કયુ વાન, 108 એમ્બ્યુલન્સ અને જેસીબી મશીન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. સ્થાનિક રહેવાસીઓ પણ મદદ માટે દોડયા હતા અને પાંચ જણને કાટમાળ હેઠળથી ગણતરીની મિનિટોમાં કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવાયા હતા.

એનડીઆરએફની બે ટીમ પણ ત્યા કાટમાળમાં ફસાયેલાં લોકોને બચાવવા પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળ ગેરકાયદે હતા તેમજ પહેલે બીજે માળે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હતું. આ બિલ્ડિંગના ભોંયતળિયે પ્લે ગ્રૂપ છે જે સવારે 11 વાગ્યે શરૂ થાય છે.

જો મકાન એ સમયે તૂટયું હોત તો ૨૦થી ૨૫ બાળકોએ જીવ ગુમાવવો પડયો હોત. હુસૈની બિલ્ડિંગ બહુ જ જૂનું હોવાથી તેના મોટાભાગના ભાડવાત અન્યત્ર શિફ્ટ થઈ ગયા છે. ઉપરના માળાઓ પર કુલ 12 પરિવાર રહેતા હતા જેમાંથી સાત પરિવાર ખાલી કરી ગયા હતા, અને પાંચ પરિવાર ત્યાં જ રહી ગયા હતા .

જ્યારે ભોંયતળિયાની કોમર્શિયલ જગ્યા તેમના નાકા પર જ આવેલી મીઠાઈની જાણીતી દુકાન તવક્કલ સ્વીટ્સ દ્વાર ભાડે લેવાઈ હતી અને ત્યાં તેમના 25 થી 30 કામગારો મીઠાઈ તૈયાર કરતા હતા અને ત્યાં જ રહેતા હતા.આ કામગારો હોનારતમાં મૃત્યુ પામ્યા હોવાની શંકા સેવાય છે. પાકમોડિયા સ્ટ્રીટ એ દાઉદનો ગઢ ગણાય છે.

દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઔઇકબાલ કાસકરે કહ્યું હતું કે પહેલાં બહુ મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો અને ત્યાર બાદ ધૂળના ગોટેગોટા ઊડયા હતા.

હુસૈની બિલ્ડિંગ તૂટી પડતાં અમારું બિલ્ડિંગ પણ હચમચી ઊઠયું હતું. 2011માં મ્હાડાએ નોટિસ આપી હતી. 2011માં મ્હાડાએ હુસૈની બિલ્ડિંગ રહેવા માટે જોખમી હોવાની નોટિસ આપી હતી.

2013માં 7 પરિવાર શિફટ થઇ ગયા હતા. સરકાર તરફથી પીડિતોને રૂ. પાંચ લાખની મદદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દુઃખદ ઘટના બદલ ખેદ વ્યકત કર્યો હતો.

તેમણે ઘાયલોને તાત્કાલિક વૈદ્યકીય સહાય મળી રહે તેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વળી એડિશનલ ચીફ સેક્રેટરી (હાઉસિંગ)ને ઘટનાની તપાસ સોંપાશે એમ કહ્યું હતું.

સરકાર તરફથી તેમણે આર્થિક મદદની પણ જાહેરાત કરી હતી. પુનર્વસન પ્રધાન ચંદ્રકાન્ત પાટિલે સરકારી મદદની જાહેરાત કરતા મૃતકોના પરિવારોને તાત્કાલિક રૂ.5 લાખની મદદની જાહેરાત કરાઈ હતી.

જેમાંથી રૂપિયા 3 લાખ મુખ્યપ્રધાન નિધિમાંથી જ્યારે રૂપિયા 2 લાખ મુખ્ય પ્રધાન વિશેષ નિધિમાંથી આપવામાં આવશે. એ ઉપરાંત ઘાયલોનો ઇલાજ પણ મફત કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. હવે પછી જર્જરિત મકાનોમાં રહેતાં લોકોને જબરજસ્તી ઘર બહાર કઢાશે ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું.

એ ઉપરાંત હવે પછી કોઇપણ દયા ન દાખવતા આવા જર્જરીત મકાનોમાં રહેતા પરિવારોને જબરજસ્તી બહાર કાઢી એ ઇમારત ખાલી કરાવશું આવનારા આઠ દિવસોમાં આ રીતની કાર્યવાહી કરવામાં આવશે.

આ માટેના આદેશ મુખ્યપ્રધાન પાસેથી લેવામાં આવશે . જો ગેરકાયદે બાંધકામ થયું હશે તો મ્હાડાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે.

 

source: sandesh

મુંબઈ/Mumbai,View : 270

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.