અક્કલ…..

 • જાગો છોકરા જાગો …

  ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

  પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

   

   

   

મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

201721May
મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

IPL-10ની ફાઇનલ મેચ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.પૂણે પ્રથમ વખત આઇપીએલની ફાઇનલમાં પહોચી છે.

જ્યારે મુંબઇ પોતાની ચોથી આઇપીએલ ફાઇનલ રમશે. પૂણે જીતે છે તો IPLને નવો ચેમ્પિયન મળી જશે. જ્યારે મુંબઇ જીતે છે તો તે રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન બનશે. આ પહેલા કોઇ ટીમે ત્રણ વખત ખિતાબ જીત્યો નથી. અત્યાર સુધી મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇ બે-બે વખત ચેમ્પિયન બની ચુકી છે.

મુંબઈના હોટફેવરિટે ખેલાડીઓ: આ ખેલાડીઓ પર જીતનો દારોમદાર મુંબઈ ઈન્ડિયન્સ રાખી શકે છે. રોહિતની કેપ્ટનીમાં ત્રણ ગુજરાતીઓ હિરાની જેમ ચમકીને બહાર આવ્યા છે.

જેમાં જોઈએ તો બૂમરાહની શાનદાર બોલિંગ, જ્યારે કૃણાલ અને હાર્દિક પંડ્યા

1.રોહિત શર્માઃ રોહિતે ટૂર્નામેન્ટમાં સફળ કેપ્ટન તરીકે જોવા મળ્યો છે, યોગ્ય સમયે રન બનાવી ટીમને જીત સુધી લઈ ગયો હતો. 309 રન સાથે 3 હાફ સેન્ચુરી રોહિતે ફટકારી છે.

2. પોલાર્ડઃ એક સારો ઓલરાઉન્ડર. 3 હાફ સેન્ચુરી સાથે 378 રન ફટકારી ચૂક્યો છે. દબાણમાં આવ્યા વગર મુક્ત રીતે મોટા શોટ રમી શકે છે, ટકી જાય તો જંગી સ્કોર ખડકવા સક્ષમ.

3. લેંડલ સિમન્સઃ મોટા શોટ રમવા સક્ષમ. પાવર પ્લેમાં સારો સ્ટાર્ટ અપાવવાની જવાબદારી. પોતાની પ્રથમ મેચમાં 66 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. તેણે 2 હાફ સેન્ચુરી રોહિતે ફટકારી છે.

4.બુમરાહઃડેથઓવર સ્પેશિયાલિસ્ટ. આ સિઝનમાં 18 વિકેટ ઝડપી ચૂક્યો છે. ઈકોનોમી રેટ (7.42) પણ સારો છે. છેલ્લી મેચમાં કેકેઆર સામે 7 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

5.કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા: દરેક મેચમાં પંડ્યા બ્રધર્સ ઉપયોગી સાબિત થયા છે. કૃણાલે 10 વિકેટ ઝડપવાની સાથે 196 ફટકાર્યા છે. કેકેઆર વિરુદ્ધ 45* રન (30) ફટકારી ટીમને જીત અપાવી હતી. જ્યારે હાર્દિકે 6 વિકેટ લઈને 240 રન બનાવ્યા છે.

6.કર્ણ શર્માઃ ગત મેચમાં 4 વિકેટ લઈ ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, ઈકોનોમી રેટ પણ 4નો છે. ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે. પુણેના હોટ ફેવરિટ ખેલાડીઓ: કેપ્ટન સ્મિથ હાલમાં પોતાના સારા એવા ફોર્મમાં છે. પરંતુ પાછલી એક-બે મેચમાં તે પોતાનું કમાલ બતાવી શક્યો નહતો.

પાછલી મેચમાં ધોનીએ શાનદાર ઈનિંગ રમીને પુણેને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. પુણે અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચો રમાઈ છે, જેમાં મુંબઈ એકપણ મેચ જીતી શક્યું નથી. પુણે ધોનીના અનુભવનો ફાયદો ઉઠાવી શકે છે. તે ઉપરાંત પુણે તરફથી જયદેવ ઉનદકટ અને વોશિંગ્ટન સુંદર ખુબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

જે મુંબઈ માટે ખતરો બની શકે છે.

1. સ્ટિવ સ્મિથઃ આ સીઝનમાં પૂણે માટે સૌથીવધુ 421 રન ફટકાર્યા છે, ફાઈનલમાં ફોર્મ જાળવી રાખવાની જવાબદારી.

2. ધોનીઃઘણી મેચમાં બેટ વડે સારુ પ્રદર્શન. ગતમેચમાં મુંબઈ સામે 26 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી. દરેક મેચમાં વિશેષ દેખાવ.

3. મનોજ તિવારીઃ 317 રન ફટકાર્યા છે, ક્વોલિફાયર 1માં મુંબઈ વિરુદ્ધ 58 રન ઉટકાર્યા હતા. 139 રનનો સ્ટ્રાઈકરેટ, ભાગીદારીઓ બનાવવા સક્ષમ.

4. જયદેવ ઉનદકટઃ ટૂર્નામેન્ટમાં 22 વિકેટ ઝડપી છે. ઘણીવાર મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો. આ સીઝનમાં હેટ્રિક પણ ઝડપી છે.

5. વોશિંગ્ટન સુંદરઃગતમેચમાં 3 વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. રોહિત, પોલાર્ડ, રાયડુની વિકેટ ઝડપી હતી. 10 મેચમાં 8 વિકેટ ઝડપી.

 

source: sandesh

રમત-જગત/Sports,મુંબઈ/Mumbai,View : 784

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે.