અક્કલ…..

  • રાવણ એંડ બ્રધર્સ

    રાવણ : અલ્યા સિગરેટ છે કે ?
    કુંભકર્ણ : નથી..... પતી ગઈ....
    વિભિષણ : અલ્યા ના કેમ કહે છે, હજુ એક પેકેટ પડ્યુ તો છે..
    કુંભકર્ણ : તુ જરા શાંતીથી બેસને, એ સાલાના દસ મોઢા છે.. એક જ મિનિટમાં પાકીટ ખાલી કરી નાખશે.

મુંબઇમાં વિઝા માટેના બનાવટી દસ્તાવેજો બનાવતા બે જણની ધરપકડ

201723Jun
મુંબઇમાં વિઝા માટેના બનાવટી દસ્તાવેજો બનાવતા બે જણની ધરપકડ

વીઝા માટે બનાવટી દસ્તાવેજો બનાવતા દિલ્હી અને કોલકાતાના બે શખસની સાકીનાકાની હોટેલમાંથી પોલીસે ધરપકડ કરી છે. આરોપી સુરજ (ઉ.વ.૩૫) અને બોજયકુમાર (ઉ.વ.૪૭) પાસેથી ૨૫ પાસપોર્ટ, લેવટોપ, પ્રિન્ટર, બેન્કનું બનાવટી સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

સાકીનાકામાં આવેલી હોટેલમાં પોલીસ આજે દરરોજ પ્રમાણે ગ્રાહકોના નામની તપાસ કરવા ગઇ હતી. ત્યારે મેનેજરે કહ્યું હતું કે હોટેલમાં રોકાયેલા સુરજ અને બોજયકુમાર બે દિવસથી રૃમની બહાર આવતા નથી તેઓ રૃમમાં જ જમતા હતા.

આ માહિતીના આધારે પોલીસે તપાસ કરતા તેઓ વિઝા માટે બનાવટી દસ્તાવેજો બનાવતા હોવાની જાણ થઇ હતી. બંનેની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની ૨૭ જૂન સુધીની પોલીસ કસ્ટડી આપી છે. એમ સાકીનાકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર ધર્માધિકારીએ કહ્યું હતું.

 

source: gujaratsamachar

મુંબઈ/Mumbai,ગુનો/Crime,View : 461

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.