અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

માત્ર રૂ.500મા 4G VoLTE સાથે જિયો કરશે ધમાકો, ક્લિક કરી જાણો કંઇ તારીખે કરશે લૉન્ચ

201705Jul
માત્ર રૂ.500મા 4G VoLTE સાથે જિયો કરશે ધમાકો, ક્લિક કરી જાણો કંઇ તારીખે કરશે લૉન્ચ

રિલાયન્સ જિયો ઇંફોકોમ ટેલિકોમ માર્કેટમાં જોરદાર ધમાકો કરી શકે છે. રિલાયન્સ ઓછી કિંમતનો 4જી VoLTE ફીચર ફોન લૉન્ચ કરી શકે છે. બ્રોકરેજ ફર્મ એચએસબીસી એ આ ફોનની કિંમત અંદાજે 500 રૂપિયા હશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. સૂત્રોનું માનવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 21મી જૂલાઈએ યોજાનાર એન્યુઅલ જનરલ મીટિંગમાં તેના લૉન્ચિંગની જાહેરાત કરી શકે છે.

આ અંગે સૂત્રોનું કહેવું છે કે આ લૉન્ચિંગની પહેલાં જિયો નવા ટેરિફ પ્લાન રજૂ કરી શકે છે. જિયોની 84 દિવસવાળી ધન ધના ધન ઓફર પૂરી થવાની છે, જે 11 એપ્રિલના રોજ શરૂ કરાઇ હતી.

મીડિયા અહેવાલ પ્રમાણે જિયો પોતાના 4જી ફીચર ફોનનો ભાવ રૂ.500 રાખી શકે છે જેથી કરીને 2જી સબ્સક્રાઇબર્સને સીધા 4જી પર સ્વિચ કરવા માટે આકર્ષી શકાય. એક નોટમાં દર્શાવાયું છે કે આમ આ રીતે જિયો દરેક હેન્ડસેટ પર 650-975 રૂપિયા સુધીનો ખર્ચ પોતે ઉઠાવશે.

નિષ્ણાતોને આશા છે કે જિયો એક આક્રમક ટેરિફ ઓફર અને માસ-માર્કેટ 4જી VoLTE (વૉઇસ ઓવર લોન્ગ ટર્મ ઇવોલ્યુશન) ફીચર ફોનના કૉમ્બિનેશનથી એક્ટિવ સબ્સક્રાઇબર્સની સંખ્યા વધારવાની કોશિષ કરશે. જોરદાર શરૂઆત કર્યા બાદ ગ્રાહકોને જોડવાની જિયોની સ્પીડ થોડીક સુસ્ત થઇ ગઇ છે.

તેનું મુખ્ય કારણ બજારમાં એફોર્ડેબલ 4જી હેન્ડસેટ મર્યાદિત સંખ્યામાં છે. જો કે 4જી VoLTEને સપોર્ટ કરનાર કોઇપણ ઓછી કિંમતવાળા ફોન જિયોને એ 2જી ફીચરફોન યુઝર્સને ટાર્ગેટ કરવામાં મદદ કરશે, જે મોંઘા હોવાના લીધે સ્માર્ટફોન પર શિફ્ટ થઇ શકતા નથી. એપ્રિલ 2017 સુઘીમાં જિયોની પાસે 11.26 કરોડ સબ્સક્રાઇબર્સ હતા.

એક મોટી ટેલિકોમ કંપનીના એક્ઝિક્યુટિવનું કહેવું છે કે આ લૉન્ચ ટેલિકોમ માર્કેટમાં બદલાવની નવી લહેર ઉભી કરી શકે છે. આ 4જી ફીચર ફોન લૉન્ચ થયા બાદ તમામ કંપનીઓને પોતાના લૉ-એન્ડ વૉઇસ કસ્ટમર્સથી હાથ ધોવા પડી શકે છે,

જેમાંથી મોટાભાગના પ્રી-પેડ છે. જિયો એકલો ઑપરેટર છે, જે 4જી VoLTE નેટવર્ક પર ઑપરેટ કરે છે, જ્યારે એરટેલ, વોડાફોન, અને આઇડિયા જેવી તેની હરિફ કંપનીઓ હજુ પણ VoLTEનું ટ્રાયલ જ કરી રહી છે અને તેમણે તેના પર કોમર્શિયલ કામકાજ પણ શરૂ કર્યું નથી.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,ટેક્નોલોજી/Technology,View : 140

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey