અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

માઈક્રોસોફ્ટના આ ફોન્ટે પડાવી લીધી નવાઝ શરીફની ખુરશી!

201729Jul
માઈક્રોસોફ્ટના આ ફોન્ટે પડાવી લીધી નવાઝ શરીફની ખુરશી!

પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને ત્યાંની સુપ્રીમકોર્ટે વડાપ્રધાનના પદ માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. ત્યાર બાદ વડાપ્રધાન પદ પરથી નવાઝ શરીફે રાજીનામુ આપી દીધું છે. કોર્ટે પનામા પેપર્સ લીક કેસમાં આ કાર્યવાહી કરી છે.

તમને જણાવી દઈએ કે, પનામા પેપર્સ લીક બાદ નવાઝ શરીફ સહિત તેમના પરિવાર પર ભષ્ટ્રાચારનો કેસ ચાલી રહ્યો છે. રસપ્રદ વાત તે છે કે, માઈક્રોસોફ્ટના એક ફોન્ટે પાકિસ્તાની વડાપ્રધાનને તેમની ખુરશીથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

પાછલા કેટલાક વીકથી MS Wordના કેલેબરી(Calibri) ફોન્ટ સતત સમાચારોમાં રહ્યા હતા. પનામા પેપર્સ લીકમાં તે સામે આવ્યું કે, શરીફ પરિવાર સાથે જોડાયેલી કંપનીઓએ લંડનમાં ઘણીબધી લક્ઝ્યુરી પ્રોપર્ટી ખરીદી છે. જોકે લીક થયેલા પનામાં પેપર્સમાં નવાઝ શરીફનું નામ નથી, પરંતુ તેમની પુત્રી મરિયમ શરીફનું છે.

આ કેસમાં માઈક્રોસોફ્ટ વર્ડનું Calibri ફોન્ટ મહત્વપૂર્ણ રહ્યું. શરીફના બચાવમાં કોર્ટમાં કેટલાક દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતુ કે શરીફ આ કેસમાં જોડાયેલા નથી અને પનામા પેપર્સ લીક સાથે તેમને કોઈ જ લેવા-દેવા નથી. કોર્ટમાં જે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા તે 2006ના હતા.

આ દસ્તાવેજ માઈક્રોસોફ્ટ વર્ડના પોપ્યુલર ફોન્ટ કેલેબરીમાં ટાઈપ કરવામાં આવ્યા હતા. પરંતુ માઈક્રોસોફ્ટના આ ફોન્ટ પબ્લિક માટે 2007માં લોન્ચ કરવામાં આવ્યા હતા.

તે માટે આ દસ્તાવેજ પર સંદેહ થયો, કેમ કે જે ફોન્ટ હજુ આવ્યા જ નહતા (લોન્ચ જ થયા નહતા) તેમાં કેવી રીતે દસ્તાવેજ ટાઈપ કરવામાં આવ્યા. જોકે, 2006માં કેલિબરી ફોન્ટ વીટા વર્જનમાં ઉપલબ્ધ હતા, પરંતુ તેનો ઉપયોગ MS Word યૂઝર્સ કરી શકતા નહતા.

2007માં આ ફોન્ટને સત્તાવાર રીતે બધા માટે લોન્ચ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ તપાસ ટીમના હેડે પોતાની રિપોર્ટમાં લખ્યું કે, “અમે આ દસ્તાવેજમાં વાપરવામાં આવેલા ફોન્ટની ઓળખ કરી છે અને આ કેલિબરી છે. આ ફોન્ટ 31 જાન્યુઆરી 2007થી પહેલા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ નહતા.”

 

source: sandesh

રાજકીય/Political,ટેક્નોલોજી/Technology,View : 253

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey