અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

મહેસાણા વિજિલન્સની ટીમ ઉપર હુમલો કરી ટોળું લૂંટ કરી છોડાવી ગયું જુગારીઓને

201701Apr
મહેસાણા વિજિલન્સની ટીમ ઉપર હુમલો કરી ટોળું લૂંટ કરી છોડાવી ગયું જુગારીઓને

મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધમધમતા જુગારધામ પર રેડ કરવા ગયલી રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. અને તેમની ટીમ સાથે ઝપાઝપી કરી હુમલો કરીને રેડ દરમિયાન પકડેલા ૧૦ જેટલા જુગારીઓને પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેમના પતિ સહિતના ટોળાંએ છોડાવી જઈને નીચે પડેલા નાણાં અને સાધન સાહિત્યની લૂંટ કરી જતાં ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસની ગાંધીનગરની ટીમ પર હુમલો થયો હોવા છતાં અને કલાકો વીતવા છતાં સ્થાનિક પોલીસ જાણે કે આરોપીઓને છાવરતી હોય એમ આ લખાય છે ત્યારે એક પણ આરોપીને પકડી શકી નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કિસ્સાની મળતી વિગતો મુજબ શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ પંખીયાવાસમાં છેલ્લા કેટલાક સમયથી ધમધમતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. વિરલ પટેલ અને તેમની ટીમે રેડ કરતા જુગારધામ પર નાસભાગ મચી જવા પામી હતી.

તેમ છતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દસ જેટલા જુગારીઓને કોર્ડન કરીને પકડી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી કરતા હતા તે દરમિયાન નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્લારખા અયુબભાઈ બેલીમ, અયુબભાઈ બેલીમ, સોફિયાબાનુ, મોહસીન ખાન સહિતના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગુનાઈત કાવતરું રચી જુગારની કાર્યવાહીથી બચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરી ઝપાઝપી કરીને પકડેલા ૧૦ જેટલા આરોપીઓને છોડાવી જઈને નીચે પડેલી ૪૦,૦૦૦ જેટલી રોકડની તેમજ જુગારના સાધન સાહિત્યની લૂંટ કરતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. વિરલ પટેલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ૧૬ જેટલા ઈસમો સામે નામ જોગ અને ભાગી ગયેલા ૩૦થી ૪૦ જેટલા માણસો અને જુગાર રમતા પકડાયેલા ૧૦ જણા સામે જુગારધારા કલમ અને લૂંટ સહિતની કલમો મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુમલો થયાના કલાકો બાદ પણ તપાસકર્તા અને સ્થાનિક પોલીસ એક પણ આરોપીઓને પકડી શકી નહોતી ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પ્રત્યે લોકોમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ સર્જાઈ હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ પર બીજી વખત હુમલો સ્ટેટ મોનિટરિંગ સેલ પર મહેસાણામાં બુટલેગરો દ્વારા બીજી વખતનો હુમલો કરાયો હતો અગાઉ ટી.બી. રોડ પર વિદેશી દારૃના અડ્ડા પર રેડ કરવા જતાં કનુજી ઠાકોર સહિતના ટોળાએ હુમલો કર્યો હતો અને આ વખતે કસ્બા પંખીયાવાસમાં અયુબ સહિતના ટોળાએ બીજી વખત હુમલો થતાં મહેસાણાના બુટલેગરો સ્થાનિક પોલીસની કથિત શેહ-શરમ નીચે ઘણા સમયથી બેફામ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

source: sandesh

મહેસાણા/Mehsana,ગુનો/Crime,View : 593

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.