અક્કલ…..

  • એક ગધેડાની આશા…

    એક ગધેડો યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

    બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

    પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..

    એ આશાએ બેઠો છું.

મહેસાણામાં 3 ઈંચ વરસાદ: નાગલપુર હાઇવે ડૂબ્યો, પાણી ભરાતા ગાડીઓ ફસાઇ

201721Jul
મહેસાણામાં 3 ઈંચ વરસાદ: નાગલપુર હાઇવે ડૂબ્યો, પાણી ભરાતા ગાડીઓ ફસાઇ

મહેસાણામાં ધોધમાર વરસાદની પધરામણી થઈ હતી. મહેસાણામાં 2થી 3 ઈંચ વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

જ્યારે ભારે વરસાદથી ગોપીનાળા અને ભમ્મરિયાનાળામાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ઘણાં વાહનચાલકો તો આ નાળામાં જ ફસાઈ ગયા હતાં. મહેસાણામાં આજે બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમએકેદાર એન્ટ્રી કરી હતી. મહેસાણામાં 3 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જેમાં મહેસાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

મહેસાણાના સોમનાથ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા તો મહેસાણાના આર્બન બેન્ક રોડ પર પણ એ જ સ્થિતિ સર્જાઈ હતી.

મહેસાણાના ગોપી નાળા સહિત ભમરીયા નાળામાં પાણી ભરાઈ જતાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. વિસનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

ST બસના 7 મુસાફરોને બહાર કઢાયા, કારચાલક પણ ફસાયો ગોપીનાળામાં ભરાયેલા પાણીમાં અમદાવાદ-થરા રૂટની એસટી બસ (જીજે 18ઝેડ 1912) અડધી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.

જોકે, બસના ચાલકે પાણી વધુ ઉપર ચડે તે પહેલાં સમય સુચકતા વાપરી બસમાં બેઠેલા સાતેક મુસાફરોને ચાલકના દરવાજામાંથી ફૂટપાથ પર ઉતારી હેમખેમ બહાર કાઢ્યા હતા.

આ અંગેની જાણ મહેસાણા એસટી ડેપો અને ફાયર બ્રિગેડને કરાઇ હતી. ભારે જહેમત બાદ બસને નાળામાંથી બહાર કાઢી પાલિકાના ફાયર ઓફિસર હરેશ પટેલ ટીમ સાથે દોડી આવ્યા હતા.

પાલિકાના કોર્પોરેટર સંજયભાઇ બ્રહ્મભટ્ટ અને વોટર વર્કસના ઇન્સપેક્ટર વિનોદભાઇ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કલાકની ભારે જહેમત બાદ બસને નાળામાંથી બહાર કાઢી હતી. ટેમ્પાને પણ રસ્સી બાંધીને ખેંચી બહાર કાઢી હતી. અેક કારચાલક પણ પાણીમાં ઉતરી ગયો હતો, તેને પણ બારીમાંથી બહાર કાઢયો હતો.

 

source: divyabhaskar

મહેસાણા/Mehsana,View : 313

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown