મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં છેલ્લા 24 કલાકથી ઓક્સિજન પર રખાયેલી 9 મહિનાની આરૂષી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. જન્મથી હાઇપર ડાયાબિટીશ અને સેફ્ટિક સિમ્પા (પરૂ)થી પીડાતી બાળકીને બચાવવા સિવિલના તબીબ અને સ્ટાફ ખડેપગે મહેનત કરી રહ્યા છે.
જન્મથી ડાયાબિટીશની બીમારી ધરાવતી 9 મહિનાની આયુષીને છેલ્લા એક મહિનાથી તાવની ફરિયાદ ઉઠતાં તાત્કાલિક સ્થાનિક તબીબની સારવાર લીધી હતી અને કેટલેક અંશે તબિયતમાં સુધારો પણ આવ્યો હતો.
જોકે, બે દિવસ પૂર્વે આયુષીને શ્વાસ લેવાની ઉઠેલી ફરિયાદ વચ્ચે તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલમાં લઇ જવાઇ હતી. અહીં ટ્રોમા સેન્ટરમાં છેલ્લા 24 કલાકથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી આયુષીને એક કિડની ફેઇલ થવાની સાથે શરીરમાં સેફ્ટિક સિમ્પા (પરૂ) પ્રસરી જવાને કારણે હાલત વધુ ગંભીર બની છે.
આ અંગે ડો. ગીરીશ ઝાલાએ જણાવ્યું કે, બાળકીને હાઇપર ડાયાબિટીશ, સેફ્ટિક સિમ્પા અને એક કિડની ફેઇલ હોઇ બચવાના 99 ટકા ચાન્સીસ ઓછા છે, છતાં બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
1 લાખ બાળકોમાં 3ને ટાઇપ-1 ડાયાબિટીસ હોય છે ટાઇપ-1 ડાયાબિટીસ મેલ્લિટસ (ટી 1 ડીએમ) ટાઇપ ડાયાબિટીશની જેમ વધી રહ્યા છે. ભારતમાં 3.5 ટકા જન્મજાત બાળકોમાં ડાયાબિટીસની વૃદ્ધિ થઇ છે. જેમાં 0-14 વર્ષના 1 લાખ બાળકોમાં ડાયાબિટીસના 3 નવા કેસ નોંધાય છે.
એક હજારમાં એકાદ બાળકને ડાયાબિટીસ જન્મજાત હોય છે 1 હજાર બાળકોમાં 1 ટકાથી ઓછામાં ડાયાબિટીસ જોવા મળતો હોય છે. જે બાળકમાં જન્મજાત હોય તેમનું સુગર ઇન્સ્યુુલીન બનતું નથી અને સુગરની વધ-ઘટ રહેતાં આંખો, કિડની, મગજ અને હ્રદય પર સીધી અસર થાય છે.
આવા બાળકને જીવન પર્યંત ઇન્સ્યુલીન ઇન્જેક્શન આપવા ફરજીયાત બની રહે છે અને આ કોઇ જિનેટીક પ્રશ્ન નથી. - ડોય આકાશ પટેલ, મહેસાણા
source: divyabhaskar