મહેસાણા હર્ણાહોડાના ઠાકોર યુવાને ત્રણ મહિના પહેલાં મૃત્યુ પામેલી પત્નીનાં વિયોગમાં બે પુત્રીઓ સાથે ખેરવા સુજલામ સુફલામ કેનાલમાં મોતની છલાંગ લગાવ્યાની આશંકા વચ્ચે છઢીયારડા ગામના તરવૈયાઓ અને મહેસાણા ફાયર બ્રિગેડની મદદથી મોડી રાત્રે સુધી લાશોની શોધખોળ કરાઇ હતી.
જે કેનાલના કિનારે પત્નીનો ફોટો, ચપ્પલ અને મોબાઇલ મૂકીને મોતની છલાંગ લગાવનારા ઠાકોર યુવાને મરતા પહેલાં પોતાની સાળીને ફોન કરીને હું પણ તારી બેન પાસે જાઉ છું તેમ કહ્યું હતું. તરવૈયાએ લાશો શોધખોળ કરતા મોડી રાત્રે યુવક અને તેની પુત્રીની લાશ મળી આવી હતી.
મૃતક યુવકે સાળીને ફોન કરી કહ્યું, હું પણ તારી બેન પાસે જાઉ છું ખેરવા સીમમાં સુજલામ સુફલામ કેનાલ પાસે શુક્રવારે સાંજે 5-30 વાગ્યે કાળા રંગની (જી. જે. 18એ/બી 6670)ની વેગનઆર કાર લઇને આવેલા ખોડાજી પ્રહલાદજી ઠાકોરે(ઉ.વ. 27) તેના મોબાઇલ ફોન પરથી સાળી સંગીતાબેનને ફોન કરીને કહ્યું કે, હું પણ તારી બેન પાસે જાઉં છું, તેવું કહી ફોન કટ કર્યા બાદ, તેની બે પુત્રીઓ પીનલ(7 વર્ષ) અને તુલસી(3 વર્ષ) સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે સાજે 6.30 વાગ્યે સરપંચ ગોવિંદભાઇ પટેલે પોલીસ, ડિઝાસ્ટર અને મામલતદારને જાણ કરી હતી.
4 કલાકની ભારે જહમત બાદ ત્રણેયની લાશ મળી આ સમયે અહીં આવી પહોંચેલા વૃદ્ધ ઠાકોરે ગાડી અને મોબાઇલ પરથી તેમના જમાઇ 27 વર્ષના ખોડાજી પ્રહલાદજી ઠાકોરની ઓળખ કરી હતી અને તેમણે કહ્યું કે, તેમની પુત્રીનું ત્રણ મહિના પૂર્વે મગજનો તાવ આવતાં મૃત્યું થયું હતું અને તે પણ 7 તારીખે જ થાતં તેમના જમાઇ ખોડાજીએ આજ તારીખે આપઘાત કર્યો હોવાનું માની શકાય.
છઢીયારડાના તરવૈયાઓએ મોડી રાત સુધી લગભગ 4 કલાકની ભારે જહમત બાદ ત્રણેયની લાશ બહાર કાઢતાં હાજર પરિવારે આક્રંદ કરી મુક્યો હતો.
source: divyabhaskar