અક્કલ…..

  • રાવણ અને રામ

    એક વખત રાવણ સીતા ને લઇ જવા સેઇકલ લઈને આવ્યો. સીતાએ રામ ને ફોન કર્યો કે રામ રાવણ મને લઇજવા આવ્યો છે.

    રામે જવાબ આપતા કહું કે ચિંતા ના કરીશ રાવણ ને ડબલ સવારી નથી આવડતી.

     

મળો આમ આદમી પાર્ટીના કેજરીવાલ નં-2

201406Jan
મળો આમ આદમી પાર્ટીના કેજરીવાલ નં-2
નવી દિલ્હી, 6 જાન્યુઆરી

નિશિકાંત મહાપાત્રને દેખીને સામાન્ય રીતે લોકો પહેલી નજરે છેતરાઈ જતા હોય છે અને દેખનારને લાગે છે કે ક્યાંક તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો નથી. તેમની આસપાસ હંમેશા ભીડ જમા રહેતી હોય છે. કોઈ તેમની સાથે હાથ મીલાવવા તો કોઈ તેમની સાથે પોટો ખેચાવવા માટે પહોચી જતા હોય છે. પરંતુ જ્યારે બધાને ખબર પડે છે કે તે કેજરીવાલ નથી પરંતુ તેમના જેવો જ હુબહુ ચહેરો ધરાવે છે ત્યારે લોકોના ચહેરા પર હૈરાનીની સાથે સાથે એક સ્માઈલ પણ આવી જાય છે. આ છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ નંબર-2, જેમને જોઈને સામાન્ય રીતે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

'આપ'માં નિશિકાંત મહાપાત્રાની પદવીનો ખ્યાલ એ વાતથી લગાવી શકાય છે કે તેઓ માત્ર ઓરિસ્સામાં પાર્ટી સ્ટેટ કન્વીનર જ નહી પરંતુ તમામ નિર્ણય લેવા વાળી નેશનલ એક્ઝેક્યુટિવ કમિટીના મેમ્બરપણ છે. ભુવનેશ્વરમાં રહેતા નિશિકાંતના ચહેરો, નાક નકશો, ઉચાઈ, પહેરવેશ, તેમની આખો, ચશ્મા, તેમની મછો અને હેરસ્ટાઈલ લગભગ બધુ જ કેજરીવાલ સાથે મળતુ આવે છે. જોકે નિશિકાંતને એવુ નથી લાગતુ કે તે કેજરીવાલ જેવા દેખાય છે પરંતુ તેઓ એક વાત ચોક્કસ સ્વીકારે છે કે લોકો તેને કેજરીવાલ સમજીને તેની આજુબાજુ ભેગા થઈ જાય છે.

અરવિંદ કેજરીવાલ સાથે નિશિકાંતનો ખૂબ જુનો સંબંધ છે. તેમણે જણાવ્યુ છે કે જેએનયૂથી પોલિટીકસ સાયન્સમાં એમફીલ કર્યા પછી તેમણે કમલા નહેરુ કોલેજમાં થોડા સમય માટે લેકચરર તરીકે જોબ કરી હતી, તે સમયગાળા દરમિયાન 2003માં તેમના એક મિત્રએ જણાવ્યુ હતુ કે એક આઈઆરએસ ઓફિસર તેમની નોકરી છોડીને સ્લમ વિસ્તારના લોકોની વચ્ચે ફરી રહ્યા છે અને વેલફેર માટે કામ કરી રહ્યા છે. આ સાંભળીને નિશિકાંત તેમને મળવા માટે પહોચી ગયા. ત્યાં કેજરીવાલે તેમને કહ્યુ હતુ કે થોડા દિવસ સાથે કામ કરીને જોઈએ જો આપણને બંનેને એકબીજાનો કામ કરવાનો અંદાજ પસંદ આવશે તો આગળ પણ આપણે સાથે કામ કરીશુ.

નિશિકાંતના મત પ્રમાણે એક મહિના સુધી કામ કર્યા પછી તેમણે અરવિંદ કેજરીવાલે તેમને કહ્યુ હતુ કે મને તમારો કામ કરવાનો અંદાજ પસંદ આવ્યો છે અને પછી તેમણે મને તેમની સાથે વધારે ઉચા હોદ્દા માટે કામ કરવાનું સુચન આપ્યુ. પરિણામે નિશિકાંત કેજરીવાલની એનજીઓ પરિવર્તન સાથે જોડાઈ ગયા. ત્યાર પછી નિશિકાંત કેજરીવાલ સાથે જનલોકપાલની મુવમેન્ટમાં પણ જોડાઈ ગયા હતા અને જ્યારે પક્ષ બન્યો તો પછી તેમણે પાર્ટી માટે કામ કરવાની શરૂઆત કરી.

નિશિકાંતે જણાવ્યુ હતુ કે તાજેતરમાં જ તેઓ વિધાનસભાની ચૂંટણી માટે મહરોલી વિસ્તારમાં કેમ્પેઈનીંગ કરવા ગયા તો ત્યા 3-4 જણા પાસે કહેવા લાગ્યા કે અરે 'અરવિંદજી આપ.' પછી જ્યારે તેમણે કહ્યુ કે તેઓ અરવિંદ નથી તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે આ માત્ર સંજોગો છે કે તેમનો અને કેજરીવાલનો ચહેરો એકબીજાને મળતો આવે છે.


Source : Sandesh

સામાજિક/Social,View : 3141

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો.