મનાલી પ્રવાસમાં અતુલ વિદ્યાલયના હવસખોર શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યાં

201720Mar
મનાલી પ્રવાસમાં અતુલ વિદ્યાલયના હવસખોર શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યાં

વલસાડની જાણીતી અતુલ વિદ્યાલય દ્વારા તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આવેલ મનાલીન પ્રવાસ દરમિયાન એક સગીર વિદ્યાર્થીની સાથે હવશખોર શિક્ષકે અપડલા કર્યા હતા.

આ ફરિયાદને પગલે શિક્ષણજગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડરી ગયેલી વિદ્યાર્થીનીએ જે તે સમયે અન્ય શિક્ષકોને ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.

મહત્વનું છે કે આવા પ્રતિષ્ઠિત ટ્રસ્ટની સ્કૂલમાં આવા બનાવો બને તે ગંભીર ઘટના છે. સરકારે ઝડપથી શિક્ષાત્કમ પગલા લેવા જોઇએ પણ તે લેવાયા નથી.

આ બાબતે લોકોમાં વ્યાપક રોષ છે. સાથોસાથ ટ્રસ્ટીઓ,સ્કૂલના પ્રિન્સીપાલ વગેરે પણ મૌન રહીને મુદાને હળવાશથી લેવાના બદલે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ. તાજેતરમાં લાલભાઇ ગુ્રપ દ્વારા સંચાલિત અતુલ વિદ્યાલય શિક્ષણધામની ગરીમાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. સ્કૂલે ગત તા.૨૫ ફેબુ્રઆરીથી ૪ માર્ચ દરમિયાન મનાલીના પ્રવાસનું આયોજન કર્યુ હતું.

આ પ્રવાસમાં ધો. ૯ થી ૧૧ કુલ ૫૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં મહિલા શિક્ષકો પણ હતી. વિદ્યાર્થીઓને ટ્રેન મારફતે હિમાચલ પહોંચ્યા બાદ ત્યાંથી વિવિધ જુદાજુદા પર્યટન સ્થળો પર બસમાં લઇ જવાયા હતા.

પ્રવાસ સાથે જોડાયેલા શિક્ષકે સગીરવયની વિદ્યાર્થીનીને ખરાબ નજરે જોવાનુ શરૃ કર્યુ હતુ.ત્યારબાદ હવશખોર શિક્ષખે એકલાતાનો લાભ ઉઠાવી શારિરીક અડપલા કરતા જ વિદ્યાર્થીની હેબતાઇ ગઇ હતી.

કોઇ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીનીએ ઘરે આવીને તેની માતા-પિતાને આપવીતી કહેતા અન્ય વાલીઓને પણ જણાવી હતી. આમ વાલીઓએ સ્કૂલના સત્તાધીશોને તેની સામે કડક પગલા ભરવાની અરજી કરી હતી. આ ઘટના બાદ શિક્ષક રાજીનામુ આપી છટકી ગયો છે. આ મામલે મંગળવારે સ્કૂલના સત્તાધીશોએ વાલીઓ બેઠક બોલાવી છે જેમાં સત્ય બહાર આવશે.

 

source: gujaratsamachar

વલસાડ/Valsad,શિક્ષણ/Education,ગુનો/Crime,View : 515

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.