મચ્છુ ડેમ સુરક્ષિતઃ ડેમ તુટ્યાની અફવા બાદ એન્જીનિયરોએ સમીક્ષા કરી

201727Jul
મચ્છુ ડેમ સુરક્ષિતઃ ડેમ તુટ્યાની અફવા બાદ એન્જીનિયરોએ સમીક્ષા કરી

મોરબી જીલ્લા પર મેઘરાજા ઓળધોળ બન્યા હોય તેમ અનરાધાર વરસી રહ્યા છે જેના પગલે મોરબી પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બે દિવસ પૂર્વે મચ્છુ ડેમ તુટ્યાની અફવાને પગલે ગાંધીનગર અને વડોદરા એન્જીનીયરોની ટીમે ડેમની સમીક્ષા કરીને મચ્છુ ડેમ સંપૂર્ણ સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી.

વડોદરાની ટીમે કર્યું નિરિક્ષણ મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યાની બે દિવસ પૂર્વે ફેલાયેલી અફવાને પગલે તાજેતરમાં મોરબીના મચ્છુ ડેમની સ્થિતિની સમીક્ષા માટે ગાંધીનગર અને વડોદરાથી એન્જીનીયરોની ટીમ દોડી આવી હતી જેને મચ્છુ ડેમના વિવિધ સ્થળનું ચેકિંગ કર્યું હતું. હાલની જળ રાશી, ડેમની કુલ સ્થિતિ, દરવાજા સહિતના ટેકનીકલ પાસાઓ ટીમ દ્વારા તપાસવામાં આવ્યા હતા.

જે ઇન્સ્પેકશન મામલે ડેમના કાર્યપાલક ઈજનેર આઈ.ટી. સાતોલીયાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ડેમ તુટ્યો નથી અને તૂટે તેવો પણ કોઈ ડર નથી.

ગાંધીનગર અને વડોદરાની ટીમ દ્વારા ડેમની ચકાસણી કરવામાં આવી છે જે સમીક્ષાના પરિણામ સ્વરૂપ અધિકારીઓએ ડેમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

કોઈ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. અતિવૃષ્ટિ માટે માનવસર્જિત પરિબળો જવાબદાર મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે તબાહી મચી છે, જેમાં કુદરતી ઉપરાંત માનવસર્જિત પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. બાબતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોર ચીખલીયાએ મુખ્ય સચિવને રજૂઆત કરી છે.

ભારે વરસાદને કારણે પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. સૌથી વધારે ખરાબ હાલત માળીયા(મી) વિસ્તારમાં થઈ છે.

મચ્છુ હોનારતમાં પણ જ્યાં પાણી પહોંચ્યું હોય તેવા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયું હતું. જેથી લોકોનું સ્થળાન્તર કરવું પડ્યું, ઘરવખરી તણાઈ ગઈ, મકાનોને નુકશાન પહોંચ્યું અને કરોડોનું નુકશાન વેઠવું પડ્યુ. સરકારી તંત્રની ઉદાસીનતા બાબતે લોકોમાં રોષ આવી આફતમાં માત્ર કુદરતનો દોષ નથી કુત્રિમ પરિબળ પણ જવાબદાર છે.

છેલ્લા પાંચ વર્ષથી માળીયા(મી) હરીપર ગામના લોકો મોરબી કલેકટર અને રાજકોટ કલેક્ટરને મોટી મીઠા કંપનીની ફરિયાદ કરે છે. મીઠા કંપનીએ 15થી 20 ફુટ ઊંચા પાળા બનાવવાને કારણે મચ્છુ ડેમનું સીધું પાણી દરિયામાં જતું અટકી ગયું હતું.

સરકારી તંત્રએ આવી અરજીને ગંભીરતાથી લેવાને બદલે ધનવાન પાર્ટીના હિતમાં અવગણી હોવાનો આક્ષેપ જાણવા મળ્યો છે. સરકારી તંત્રની ઉદાસીનતા બાબતે તપાસ કરાવી અધિકારી સામે પગલાં લેવા માંગ કરી છે.

 

source: divyabhaskar

મોરબી/Morbi,રાજકોટ/Rajkot,ગાંધીનગર/Gandhinagar,વડોદરા/Vadodara,View : 420

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે